એક સરસ સહેલી હોય…..!! – બીના પટેલ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ચાલીસ પચાસ ની સ્ત્રી જ હવે એકદમ જુવાન હોય
અનુભવોના ભાથા સાથે બોલ્ડ પણ હોય.

સંસાર માં રહીને પણ પોતાની સ્પેસ સંભાળે છે.
ગીતો, વાર્તાઓ, મુવી, ડ્રામા જ્યારે મન થાય ત્યારે જુએ છે.

ચાલીસ પચાસ ની સ્ત્રી સૌથી વધારે સ્માર્ટ હશે એવું કહેવામાં કંઈ ભૂલ નથી.

બહાર જવા માટે એને હવે કોઈની પરમિશન ની જરૂર નથી. લોકો શું કહેશે એની પરવા હવે એ કરતી નથી.

સાડી અને સાસુ એનું ડિસ્કશન હવે રહ્યું નથી.
વિમાનના પંખ લગાવીને એને દુનિયા ફરવી છે.

અંગભર દાગીનાને ક્યારની તિલાંજલિ આપી હોય છે
ડાયમંડ નું મંગળસૂત્ર એટલું જ માત્ર દીમાગ માં પહેરે છે.

જીવવાનું રહી ગયું હતું તે હવે જીવે છે,
ચાલીસ પચાસ ની સ્ત્રી જ સૌથી જુવાન હોય છે.

માટે …હે પ્રભુ …!

એક સરસ મજાની સહેલી આપ.

સુંદર ન હોય તો કંઈ વાંધો નહિ
પણ જે બોલવામાં સુંદર હોય…

આંખો સુંદર ન હોય તો કંઈ વાંધો નથી,
આંખો ને વાંચનારી આંખોથી બોલનારી હોય….

વાળ લાંબા ન હોય તો કંઈ નહિ,
પણ સાથે લાંબે સુધી ચાલનારી હોય….

મારા હરેક દુઃખ માં ન રડી હોય તો કંઈ નહિ,
ફક્ત મારા સુખ માં રાજી થનારી હોય…

આમાંથી કંઈ ઓછું હશે તો પણ ચાલશે,
ફક્ત એક સરસ સહેલી હોય…..!!
-બીના પટેલ

TejGujarati