*પલિયડના રાવલ કુલના બ્રાહ્મણોની કુળદેવી અને અમારા વાસના આરાધ્ય દેવી આઈશ્રી સુલાઈ માં ના પ્રાગટ્યની સત્ય ઘટના.**લેખક* – *જયેશ શ્રીમાળી પલિયs*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આશરે 500 વર્ષ પહેલાં પલિયડ અને વેડા ગામના બે ખેતરના શેઢા વચ્ચેથી ખેડ કરતા માં ભગવતીની મૂર્તિનું પ્રાગટ્ય થયું હતું.માં ના પ્રાગટ્યની વાત વાયુ વેગે બંને ગામમાં થતાં બંને ગામના લોકોના ટોળે ટોળાં માં ના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.અને આ મૂર્તિને પોત પોતાના ગામમાં લઇ જવા માટે ખેંચતાણ શરૂ થઈ છેવટે વડીલોની કોઠા સૂઝથી કે પ્રસ્તાવ મુકાયો જેમાં એક ગાડું મંગાવવામાં આવ્યું અને બન્ને ગામના એક એક બળદ ને પોતાના ગામથી વિરુદ્ધ દિશાના ગામ તરફ જોતરવામાં આવ્યા અને જે ગામમાં બળદગાડું જાય અને જ્યાં જઈને ઉભું રહે ત્યાં માં ભગવતીની સ્થાપના કરવી પરંતુ ત્યાં સુધી આ ક્યાં માતાજી છે એ કોઈને ખબર નહોતી એટલે જે ‘પા’ (‘ પા ‘ એટલે અમુક ચોક્કસ વિસ્તારના ખેતરનો સમૂહ.) માંથી મૂર્તિ નીકળી હતી એ ‘પા’ હોલૈયા ના નામથી ઓળખતો હતો એટલે ગામ લોકોએ હુલ્લાઈ માં એવું નામ આપી હાલના આંબેડકરવાસમાં આવીને ગાડું ઉભું રહ્યું અને ત્યાં જ માતાજીની ઉગમણી દિશામાં સ્થાપના કરવામાં આવી હતી.પરંતુ કોઈ કારણો સર માતાજીની મૂર્તિ આથમણી દિશામાં થઇ ગયેલ સાંભળ્યુ છે.માનું મૂળ સ્વરૂપ માં આદ્યશક્તિનું મહિષાસુર મર્દીનીનું રૂપ જોવા મળે છે.જે માં માં પોતાના ત્રિશુલ વડે પાડા સ્વરૂપી માહિષાસુર નો વધ કરતી મૂર્તિ છે.જે અત્યારે *હુલ્લાઈ* માં નું નામ અત્યારે *સુલાઈ* માં તરીકે ઓળખાય છે જે પલિયડના રાવલ બ્રાહ્મણોના કુળદેવી અને અમારા ફળિયાના આરાધ્ય દેવી તરીકે અમે પૂજીએ છીએ.દર વર્ષે બેસતાં વર્ષે માતાજી નો હવન થાય છે જ્યાં મોટી માત્રામાં દેશના ખૂણે ખૂણે વસતાં રાવલ બ્રાહ્મણો માં ભગવતી સુલાઈ માતાજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી પોતાને ધન્ય અનુભવે છે.
જય માં ભગવતી સુલાઈ માં.??
*લેખક* – *જયેશ શ્રીમાળી પલિયs*

TejGujarati