રાષ્ટ્રીય એકતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ફરી ગુજરાત આવશે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

30 ઓક્ટોબરે PM નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, નર્મદા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં લેશે ભાગ

કેવડિયા પ્રવાસીઓ માટે 5
દિવસ બંધ

રાષ્ટ્રીય એકતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદી ફરી ગુજરાત આવશે

PM મોદીના
આગમનને પગલે સુરક્ષા-પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ટિકિટોનું બુકિંગ બંધ કરવામાં આવ્યું છે.

રાજપીપલા, તા.17

રાષ્ટ્રીય એકતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદી ફરી ગુજરાતના મહેમાન બનાવાના છે.આ દિવસે PM ગુજરાત આવશે અને નર્મદા
ખાતે સરદાર પટેલની જન્મ જયંતિની ધામધૂમ
પૂર્વ ઉજવણીમાં ભાગ લેશે.મહત્વનું છે કે 31
ઓક્ટોબરે સરદાર જયંતિ આવે છે અને તેમનામાનમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીકરવામાં આવે છે, ત્યારે વડાપ્રધાન મોદી ફરી
ગુજરાત આવી રહ્યા છે.

પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને લઈને લઈને
સ્ટેચયુ ઓફ યુનિટી સામાન્ય જનતાના પ્રવાસ
માટે બંધ કરવાનો સ્થાનિક વહીવટી તંત્ર
દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. PM મોદીના
આગમનને પગલેસુરક્ષા-પ્રોટોકોલને ધ્યાનમાંરાખીને 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી
ટિકિટોનું બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. જેની
સત્તાવાર જાહેરાત સ્ટેચયુ ઓફ યુનિટી તંત્ર દ્વારા
વેબસાઇટ પર સત્તાવાર નોટિસ મુકીને કરવામાં
આવી છે.PM મોદીના આગમનને લઇને 28 ઓક્ટો.થી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો બંધ રહેશે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati