રાજપીપળામા દશેરાના બીજે દિવસે અગીયારસનેદિવસેરાવણનું દહન થાય છે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાજપીપલામા દશેરાના બીજે દિવસે રાવણ દહનની અનોખી પ્રથા

સમગ્ર દેશમા રાવણ દહન દશેરાના દિવસથાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે અગીયારસનેદિવસે
રાવણનું દહન થાય છે

(દીપક જગતાપ દ્વારા )

રાજપીપળા,તા17

સમગ્ર દેશમા રાવણ દહન દશેરાના દિવસથાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે અગીયારસને દિવસે
રાવણનું દહન થાય છે. ગત વર્ષે રાજપીપળામા કોરોના મહામારીને કારણે કાછીયાવાડ સંસ્કાર યુવક મંડળ દ્વારા રાવના પુતળા દહનનો
કાર્યક્રમ યોજાયો નહોતો. પણ આ વર્ષે ફરીથી એ પરંપરા શરૂ થઈ હતી.

સંસ્કાર યુવકમંડના પ્રમુખ મહેશભાઇ કા.પટેલે જણાવ્યુ હતુ કે અમારા કાછીયાવાડ વિસ્તારમાથી દરવર્ષે નીકળતી
રાવણની શોભાયાત્રા નીકળે છે અને રાવણના પૂતળાનુ દહન પણ થાય છે.રામે રાવણનો વધ દશેરાના દિવસે કર્યો હતો પણ હિન્દૂ શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે રાત્રે અગ્નિદાહ આપી શકાય નહીં તેથી બીજે દિવસે એટલેકે અગિયારસના દિવસે રાજપીપળામા રાવણ દહન કરવાની પ્રથા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમા રાવણ
દહન દશેરાના દિવસ થાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે
અગીયારસના દિવસે રાવણનું દહન થાય છે.આ વર્ષે પણ અગિયારસે રાજપીપળામા દશેરાના બીજે દિવસે રાવણનું દહનથયુ હતુ. જેમા રાજપીપળામાં રાવણની ભવ્ય
શોભાયાત્રા નીકળી હતી, અને ગામમા ભવ્ય શોભાયાત્રાપણ નીકળી હતી.જેમાં
દર વર્ષે રાજપીપળામાં ૧૫ ફૂટ ઉચા રાવણને શણગારી ટ્રેકટરની ટ્રોલીપર સજાવી આખા ગામમા ફેરવી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં
આવી હતી, અને શોભાયાત્રા ગામમાં ફરીને મોડી સાંજે કુંભારવાડમા નીચે પહોચી આતશબાજી સાથે રાવણના પૂતળાનુ દહન
કરાતુ હતુ.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati