દશેરા પર્વે શસ્ત્રપૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

વિજયા દશમીના પવિત્ર પર્વે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, રાજપીપળા ખાતે ભવ્ય શસ્ત્રપૂજન કરાયું

દશેરા પર્વે શસ્ત્રપૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ

રાજપીપલા, તા.16

વિજયા દશમીનો દિવસ જે અસત્ય ઉપર સત્યના વિજયના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે દિવસે મોટા વિજયનો સંબંધ છે.જેમાં માં દેવી દુર્ગાએ મહિષાસુર નામના દૈત્ય પર વિજય મેળવેલ. તેમજ ભગવાન શ્રીરામ દ્વારા રાવણનો વધ કરી વિજય મેળવેલ હતો.આમ આજ દિવસને વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે જે દિવસે શકિત રૂપ શસ્ત્રોનુ પુજન કરી વિજયા દશમી પર્વની ઉજવણી કરવામાં આવે છે.

જેમાં નર્મદાના વડા મથક રાજપીપલા ખાતે અખિલભારતીય સંત સમિતિ નમૅદા તથા
હિન્દુધર્મ સેના નમૅદા તથા ટાઈગર ગૃપ નમૅદાના સંયુક્ત ઉપક્રમે વિજયા દશમીનાપવિત્ર પર્વ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, રાજપીપળા ખાતે શસ્ત્રપૂજનનુ ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.દશેરા પર્વે શસ્ત્રપૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ હોય છે.
જેમાં 100 ઉપરાત યુવકોએ ભાગ લીધો હતો .પૂજન અંત માં અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી .
આ પ્રસંગે
પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામીજી ,
સંત‌ સમિતિ અધ્યક્ષ, અમીતભાઈ પટેલ, સ્વામિનારાયણ ગુરુકુલ રાજપીપળાતથા સેવાભાવી હિન્દુ સંગઠન ટાઈગર ગૃપ નમૅદાના અધ્યક્ષ પ્રેમભાઈ વસાવા, અજીતસિંહ રાઠોડ
અધ્યક્ષ વી.એચ,પી. ખાસ‌ ઉપસ્થિત રહ્યા હતા.
સો પ્રથમ વખત હિન્દુ ધર્મ ના સંગઠનોની સંયુક્ત શક્તિના અદભૂત દશૅન થયા હતા.

આ પ્રસંગેસંત‌ સમિતિના અધ્યક્ષ,પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામીજીએ જણાવ્યું હતું કે
આજના દિવસે તમામ અસત્ય ઉપર સત્યનો વિજયનો દિવસતરીકે ઉજવાય છે. આ દિવસે દશ મુખવાળા રાવણનો વધ કરવામાં આવ્યો હતો.આ દિવસે તમામ નવીન શસ્ત્ર, અશ્વ તથા વાહનોની પુજાકરવામાં આવે છે.આજે રાજપીપલા ખાતે પણ તલવાર અને શસ્ત્રોનું આરતી સાથે વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું

તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati