નર્મદામા પાંચ ASI ને દિવાળીની નવી ભેટ.બઢતી પામીને PSI બન્યા.
જિલ્લા પોલીસવડા હિમકર સિંહે એ પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી

રાજપીપલા, તા 16
નર્મદા જિલ્લામા પાંચ તાલુકાઓમાં હાલ 25જેટલાં PSI કામગીરી કરી રહ્યા છે. જેમાં કામગીરીને વધુ ઝડપી અને સારી બનાવવા વધુ PSI ની જરૂર પડતા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે પાંચ જેટલાં ASIને બઢતી આપી PSI તરીકે એડહોક નિમણુંક આપી દિવાળીની ભેટ આપી છે. આમ નર્મદામા વધુ પાંચ બઢતી પામીને PSI બનેલા પોલીસ અધિકારીનું જિલ્લા પોલીસ વડાએ જાહેરમાં પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવી ફરજનિષ્ઠ બની સેવા બજાવવા શુભેચ્છા પાઠવી હતી.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા.ગાંધીનગરનાપરિપત્રની સુચના આધારે ગુજરાત પોલીસ મેન્યુઅલ-૧૯૭પ ભાગ-૧ નિયમ -૮૫ હેઠળ બઢતીઆપવાની કરેલ જોગવાઇઓને આધિન રહિને પોલીસમહાનિરીક્ષક વડોદરા વિભાગ,વડોદરાના બઢતી નિમણુંક આપવાના હુકમના આધારે ર્મદા જીલ્લાના
પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પોલીસ અધિક્ષક હિમકર સિંહે મ.સ.ઇ.(ASI) ને પો.સ.ઇ (PSI )તરીકે બઢતી
પામનાર PSIને પોતાના હસ્તે પુષ્પગુચ્છ આપી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું
જે સંદર્ભે નર્મદા જીલ્લાના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ASI માંથી એડહોક PSI તરીકે બઢતી પામનાર
PSI ને બઢતી આપવાનોખાસ કાર્યક્રમ યોજાયો હતો .જે કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક હિમકર સિંહે
ASI માંથી એડહોક PSI તરીકે બઢતી પામનાર (૧) એ.એસ.આઇ ભંગાભાઇ ગોવિંદભાઇ (૨) એ.એસ.આઇ
લક્ષ્મણભાઇ ગુલાબસિંગ (૩) એ.એસ.આઇ સુમનભાઇ શાંતિલાલ (૪) એ.એસ.આઇ મનીન્દરભાઇ રમેશભાઇ (૫)
એ.એસ.આઇ લાલસીંગભાઇ ધરમસિંગને એડહોક PSI તરીકે નિમણુંક આપી કામગીરી બાબતે માર્ગદર્શનઆપ્યું હતુંઆ કાર્યક્રમમાં જીલ્લાના અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા