એચ.એ. કોલેજમાં વિજેતા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ ધ્વારા આજે ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર મુખ્ય મહેમાન પદે વક્તવ્ય આપતા જણાવ્યુ હતું કે દેશના યુવાનોને સાચુ શિક્ષણ તથા દિશા આપવાથી પ્રગતી થઇ શકે છે. દેશનું યુવાધન પાંસઠ ટકા હોય તો ભારતને વિશ્વગુરૂ બનતા કોઈ નહી રોકી શકે. ભારત દેશે વિજ્ઞાન તથા ટેકનોલોજીમાં જે હરણફાળ ભરી છે તેનાથી ભવીષ્ય ઉજળુ બન્યુ છે. આજના ઈન્ટરનેટ યુગમાં યુવાનોને શિસ્ત તથા સંસ્કારની શિક્ષણ આપવાની પહેલી જરૂર છે જે એચ.એ. કોલેજ કરી રહી છે. ગુજરાત રાજ્ય કોલેજ આચાર્ય મહામંડળના પ્રમુખ જયવંતસિંહ સરવૈયાએ તથા જીએલએસના રજીસ્ટ્રાર ભાલચંદ્ર જોષીએ પ્રાસંગોચિત વક્તવ્યો આપ્યા હતા. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ભારતનું યુવાધન પરદેશમાં ધકેલાઈ રહ્યું છે. આને રોકવા માટે ક્વોલીટી એજ્યુકેશનની સાથે ઉચ્ચ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ફેસીલીટી ઉભી કરવી પડશે. ભારતના યુવાનોને રોજગાર મળે તેવી વ્યવસ્થા પણ કરવી પડશે. બેકારી તથા ભ્રષ્ટાચારને નાબુદ કરીને પારદર્શક વહિવટ સ્થાપવો પડશે. કોલેજના એન.એસ.એસ., એન.સી.સી, સ્પોર્ટ્સ, યુનિવર્સિટી રેન્કર્સ, સાંસ્કૃતિક સ્પર્ધાઓના વિજેતા તથા ગાંધીઅન સોસાયટીના વિદ્યાર્થીઓને મેડલ્સ આપી સન્માનીત કર્યા હતા. આ સમારોહમાં ઘણી મોટી સંખ્યામાં શહેરના આચાર્યો તથા અધ્યાપકો હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રા. અનુરાધા પાગેદારે તથા આભારવિધિ પ્રા. મહેશ સોનારાએ કર્યું હતું.

TejGujarati