આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નવરાત્રી માં ડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલરી ખાતે “નવરંગ” નેશનલ પ્રદશન નું આયોજન થયું .

અમદાવાદ શહેર માં ઉજાલા સર્કલ પાસે આવેલ ડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલરી માં ૧૦ તારીખે સાંજે ૫ વાગ્યે દીપ પ્રાગટ્ય કરી નેશનલ પ્રદશન ખુલ્લું મુકાયું હતું. જે ૧૪ તારીખ સુધી ૧૧ થી ૭ વાગ્યા સુધી પ્રદશન નિહાળી શકશો.

આ પ્રદશન માં મુખ્ય મહેમાન તરીકે તૃપ્તિ ધનંજય વ્યાસ
(ગુજરાત પ્રાંત RSS ના ટ્રેસ્યસર, મહિલા ઉત્થાન મંડળના પ્રમુખ, નવા રાણીપ) સંગઠન ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ, રાણીપ વોર્ડ)
સી.એમ. કણસાગરા
(PSI સરખેજ પોલીસ સ્ટેશન)

રાહી રાઠોડ (ડિરેક્ટર- હમરાહી ફાઉન્ડેશન, ફિલ્મ મેકર, સમાજવાદી)
અમી કલરવ દેસાઈ
SKUM શાળાના પ્રિન્સીપાલ) હતા જેમના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું સાથે બધા મહેમાનોએ નારી શક્તિ ઉપર પાંચ મિનિટ પોતાના વિચાર રજૂ કર્યા હતા,અને કલાકરો ના ચિત્રો ને ખુબ બિરદાવ્યા અને ભવિષ્ય માં ખુબ સારું કામ કરી એમની કળા ની નામના થાય એવી શુભેચ્છા પાઠવી હતી અને પ્રદશન માં આવેલ બધા જ કલાકારો ને સર્ટિફિકેટ , ટ્રોફી અને ગીફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ નેશનલ શો માં અમદાવાદ ,વડોદરા,મોરબી,ભાવનગર,ગાંધીનગર, ગુજરાત સહિત મધ્યપ્રદેશ ,વેસ્ટ બેંગાલ ના કલાકારોએ ભાગ લીધો હતો.

જેમાં
સોની કુમારી, અરવિંદ કે પરમાર, જયદિપ સોની, નયના મેવાડા, જ્હાનવી સોલંકી, નેહા રૂંગટા, હેમંતકુમાર પંડ્યા, આકાશ પી ભોરણીયા, નીરુ કોટડિયા, ઇશાની શાહ, હંસા પટેલ,અમી કલ્પેશભાઈ ભટ્ટ, સ્વપ્નિલ આચાર્ય, કેના મુલ્તાની, અનિલ શ્રીમાળી, મનહર કાપડિયા, જીગર કુમાર પંડ્યા, આરતી પાલીવાલ, કૌશિક પટેલ, પ્રશાંત પટેલ, રચના કારિયા, બિપીન દવે, શોભના દવે, હસમુખ રાવલ, રમેશ હાલારી, અર્ણબ દરફંગ, રૂધવ વિરેન પટેલ

આ પ્રદશન માં અલગ અલગ ચિત્રો રજૂ થયા હતા જેમાં ઓઇલ ઓન કેનવાસ,મોડર્ન આર્ટ,ફ્લડ આર્ટ,વોટર કલર નો સમાવેશ થાય છે. પ્રદશન ને નિહાળવા અમદાવાદ શહેર ના કલકારો અને કલા પ્રેમીઓ આવ્યા હતા.

આ પ્રદશન નું આયોજન ડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલેરી ના સ્થાપક અને આર્ટ ક્યુરેતર શ્રી સ્વપ્નીલ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. જેઓ ઈન્ટરનેશનલ હેરિટેજ ફોટોગ્રાફર પણ છે. તેમને અત્યાર સુધી દુનિયાના સાત દેશનું હેરિટેજ નું રિસર્ચ સાથે ફોટોગ્રાફી કરી છે. એમને અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારત ના માત્ર એક વ્યક્તિ છે જેમને એમની ફિલ્ડ માં ઈન્ટરનેશનલ “હોલ ઓફ ફેમ” એવોર્ડ થી હોટલ તાજ હૈદરાબાદ ખાતે સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ કળા અને કલકરો ને મંચ મળી રહે તે માટે વર્ષોથી પ્રયત્નશીલ છે.તેમને દેશ માં અને વિદેશ માં અનેક આર્ટ શો નું આયોજન કરેલ છે.જેમાં એમને સફરતા પણ મળેલ છે.

TejGujarati