સ્વદેશી વેરેબલ બ્રાન્ડ નોઇઝે તાપસી પન્નુ સાથે ડિજિટલ કેમ્પેઇન #ListenToTheNoiseWithin લોંચ કર્યું

બિઝનેસ

 

બ્રાન્ડે પ્રેરણાદાયી વિડિયો લોંચ કર્યો છે, જે નોઇઝની ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા ચેનલ ઉપર લાઇવ છે

 

રાષ્ટ્રીય, 13 ઓક્ટોબર, 2021: ભારતની કનેક્ટેડ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ નોઇઝએ તેનું નવું કેમ્પેઇન #ListenToTheNoiseWithin લોંચ કર્યું છે, જેમાં સમીક્ષકોની પ્રશંસા પ્રાપ્ત અભિનેત્રી અને સેલિબ્રિટી તાપસી પન્નુ જોવા મળશે. સ્માર્ટ વેરેબલ કેટેગરી માટે તાજેતરમાં તેમની નોઇઝના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે બ્રાન્ડ નોઇઝ મેકર્સને ક્યારેય હાર ન માનવા અને પોતાનો આંતરિક અવાજ અને વૃત્તિને સાંભળીને પડકારોનો સામનો કરવા પ્રેરિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. ડિજિટલ કેમ્પેઇનના ભાગરૂપે નોઇઝે પ્રેરણાદાયી વિડિયો રીલિઝ કર્યો છે, જે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર નોઇઝની સોશિયલ મીડિયા ચેનલ ઉપર લાઇવ છે.

 

નવા લોંચ કરાયેલા કેમ્પેઇનનો સંદેશો પોતાના આંતરિક અવાજને સાંભળવાની નોઇઝની મુખ્ય વિચારધારા સાથે સુસંગત છે તેમજ વ્યક્તિગત માન્યતા – દિલ કા શોર સાથે તાપસી પન્નુની પ્રોફેશ્નલ જર્ની એકદમ પ્રતિબિંબિત થાય છે. આ કેમ્પેઇનનો ઉદ્દેશ્ય આજના યુવાનોને ખોટા અભિપ્રાયો અને બાહ્ય શોરથી પ્રભાવિત થયાં વિના પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખવા માટે પ્રેરિત કરવાનો છે. તાજેતરમાં રીલિઝ કરાયેલા 10 સેકંડના વિડિયોમાં તાપસીની પ્રેરણાદાયી સ્ટોરી દર્શાવવામાં આવી છે કે જે પડકારોનો સામનો કરવા માટે પોતાની અંતરઆત્માનો અવાજ સાંભળે છે અને એક સ્વતંત્ર, સ્વ-નિર્મિત અભિનેત્રી તરીકે ઉભરી આવે છે. અભિનેત્રી ફીટનેસ પ્રત્યે અપાર જુસ્સો ધરાવે છે અને પરિણામે તેમનો નવો અવતાર સાથે નોઇઝની સ્માર્ટવોચ સાથે જોવા મળે છે. તેમનો વોઇસઓવર એવા લોકોના મંતવ્યોને દર્શાવે છે કે જેઓ તેમને નિરાશ કરવાનો પ્રયાસ કરતાં હતાં, પરંતુ તેમણે દરેકની અવગણના કરીને #ListenToTheNoiseWithinને સાંભળ્યું. તાપસીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઉપર પણ વિડિયો શેર કર્યો છે.

 

તાપસી તેમના મજબૂત અભિનય અને વિવિધ પ્રકારની ભૂમિકા માટે જાણીતી છે. તેમની સફળતા પડકારોનો સામનો કરીને સફળતા હાંસલ કરવાનો પુરાવો છે.

 

આ કેમ્પેઇન વિશે વાત કરતાં નોઇઝના સહ-સંસ્થાપક અમિત ખત્રીએ જણાવ્યું હતું કે, અમે તાપસી પન્નુ સાથે અમારું પ્રથમ કેમ્પેઇન લોંચ કરતાં ઉત્સાહિત છીએ. તેઓ વિશિષ્ટ, અદમ્ય જુસ્સો અને નિડર વ્યક્તિત્વ ધરે છે, જે નોઇજની મુખ્ય વિચારધારા સાથે સુસંગત છે. અવરોધોને દૂર કરીને પડકારોનો સામનો કરવાની વાત આવે ત્યારે અમારા વચ્ચે સારો સુમેળ જોવા મળે છે. તાપસી સાથેનું આ કેમ્પેઇન નોઇઝમેકર્સને પ્રેરિત કરવાનો છે કે અવરોધો તેમને ક્યારેય રોકી શકે નહીં અને વ્યક્તિએ પોતાના અંતરઆત્માના અવાજને સાંભળીને તમારું હ્રદય શું કહે છે તેને અનુસરવું જોઇએ, નહીં કે આસપાસ ઘણાં મંતવ્યો ધરાવતા લોકોને. અમે દિલ કા શોરને હંમેશા મહત્વ આપ્યું છે અને તે તાપસી સાથે અનુરૂપ પણ છે.

 

પોતાના અનુભવો શેર કરતાં અભિનેત્રી અને સેલિબ્રિટી તાપસી પન્નુએ જણાવ્યું હતું કે, ઘણીવાર લોકોએ મને પાછળ ખેંચવાનો અથવા તેમની ટીકાઓ દ્વારા મને નીચા દેખાવડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ મેં હંમેશા તેમની પ્રતિક્રિયાઓને અવગણવાનો પ્રયાસ કર્યો છે. પોતાની જાતમાં વિશ્વાસ કરવો અને પોતાની અંતરઆત્માના અવાજની ક્યારેય અવગણના ન કરવામાં હું હંમેશાથી માનતી આવી છું. આપણી આંતરિક વૃત્તિ હંમેશા આપણને પડકારોનો સામનો કરવાની તેમજ અંતરઆત્માના અવાજને સાંભળવા માટે પ્રેરણા આપે છે. અમે બંન્ને જિદ્દી છીએ અને તેનાથી જ અમારા વચ્ચે કનેક્શન છે. મને આ કેમ્પેઇનનો હિસ્સો બનતા ખુશી અનુભવાય છે. આ વિડિયો મારી જર્નીની પણ એક ઝલક છે.

 

આ કેમ્પેઇનના ભાગરૂપે નોઇઝ નોઇઝની વેરેબલ પોર્ટફોલિયોની વિવિધ પ્રોડક્ટ્સ દર્શાવતા વિડિયોની સીરિઝ રીલિઝ કરશે. નોઇઝ ભારતમાં વેરેબલ ડિવાઇસિસની સતત વધતી માગને પૂર્ણ કરે છે અને તે કેટેગરીમાં માર્કેટ લીડર તરીકે ઉભરી આવ્યું છે. બ્રાન્ડ આગામી મહિનાઓમાં રસપ્રદ કેમ્પેઇન અને લોંચ માટે સજ્જ છે.

TejGujarati