અમદાવાદમાં શેરી ગરબાનો જામ્યો રંગ.. આસ્થા ઓપલ ફ્લેટ ખાતે વિવિધ વેશભૂષામાં ફ્લેટવાસીઓ જોવા મળ્યા રંગમાં..

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ

અમદાવાદમાં શેરી ગરબાનો જામ્યો રંગ.. આસ્થા ઓપલ ફ્લેટ ખાતે વિવિધ વેશભૂષામાં ફ્લેટવાસીઓ જોવા મળ્યા રંગમાં..

અમદાવાદમાં પાર્ટીપ્લોટમાં ગરબા રમવા પર પ્રતિબંધ છે ત્યારે શેરી ગરબા અને સોસાયટીઓમાં ગરબા રમવાનો રંગ જામતો જાય છે. અમદાવાદના નવા વાડજ ખાતે આવેલ આસ્થા ઓપલ ફ્લેટ ખાતે રહીશો જોરદાર નવરાત્રીના રંગમાં જોવા મળ્યા હતા. દરેક શેરીઓ સોસાયટીઓ દ્વારા અવનવું કરવાની સાથે ગરબા રમવાની મજા માણવા ફ્લેટના લોકો દ્વારા અવનવી વિવિધ વેશભૂષા દ્વારા ગરબાના તાલે ઝુંમતા નજરે જોવા મળ્યા હતા. જેમાં સૈનિક, પરી, પોલીસ, ગોવાળીયો, રાધા તથા અન્ય ટ્રેડિશનલ ડ્રેસ સાથે ફ્લેટના પુરુષો, મહિલાઓ તેમજ બાળાઓ ગરબે રમતા ઝૂમવા મળ્યા હતા. નવરાત્રીના પૂર્ણતાના બે દિવસ બાકી છે ત્યારે અંત સમયમાં મન મુકીને લોકો ગરબા રમતા જોવા મળી રહ્યા છે અને નવલી નવરાત્રીનો ઉત્સાહભેર આનંદ માણી રહ્યા છે.

TejGujarati