નવરાત્રીના આરાધ્ય પર્વમાં જામનગર જિલ્લા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા 73 જેટલી દીકરીઓને આપવામાં આવી લહાણી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નવરાત્રીના આરાધ્ય પર્વમાં જામનગર જિલ્લા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા 73 જેટલી દીકરીઓને આપવામાં આવી લહાણી.

જામનગર: માં જગદંબાનું આરાધ્ય પર્વ અંતિમ ચરણ તરફ આગળ વધી રહયું છે ત્યારે માઈભકતો, દાનવીરો, જેઓ ગરબા રમતી દીકરીઓને લહાણીની ભેંટ આપી પ્રસન્નતા અનુભવતા હોય છે. સૌરાષ્ટ્રના જામનગર ખાતે જામનગર જિલ્લા મહિલા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા જામનગરના અલગ-અલગ ત્રણ વિસ્તારો ભીમ વાસ ,મધુવન પાર્ક , સ્વામિનારાયણ નગર જગ્યાએ કુલ મળી આશરે 73 જેટલી દીકરીઓને લણી આપવામાં આવી. જેને મેળવતા દીકરીઓના ચહેરે સ્મિતની લાગણીઓ જોવા મળી હતી. અગાઉ પણ નયનાબા જાડેજા દ્વારા અન્ય એક વિસ્તારમાં ગરબે ઘૂમતી બાળાઓને સોનાનો દાણો અને ઠંડા પીણાંની લહાણી સ્વરૂપે વહેચણી કરવામાં આવી હતી જેનો દિકરીઓએ લાભ લીધો હતો.

TejGujarati