આજે રોજ માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજી (કેન્દ્રીય મંત્રીશ્રી, કૃષિ અને મત્સ્યઉદ્યોગ – ભારત સરકાર) તથા માનનીય પૂર્વશિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસીંહજી ચૂડાસમા સાહેબ સનહાર્ટગૃપની શુભેચ્છા મુલાકાતે આવેલ. તેમનું સનહાર્ટગૃપ માંથી ફાઉન્ડરશ્રી ગોવિંદભાઈ, ચેરમેનશ્રી ભુદરભાઈ, ડાયરેક્ટરશ્રી જગદીશભાઈ, એમ.ડી.શ્રી મનોજભાઈ અને ગૃપ મેમ્બરોએ ઉમળકાભેર સ્વાગત કરીને સન્માન કરીને ગૌરવની લાગણી અનુભવાય છે. માનનીય શ્રી રૂપાલાસાહેબશ્રી ની કૃષી મંત્રીનાદાવે ખેડુત પુત્રનાનાતે મળેલી પ્રેરણા થકી સનહાર્ટગૃપે આ વર્ષે ઓર્ગેનીક ફાર્મિંગ કરીને શાકભાજી ઉત્પન્ન કરેલ તે શાકભાજી ની ગીફ્ટના સ્વરૂપે અર્પીને ધન્યતા અનુભવીઅને માનનીયશ્રીએ ખૂબ-ખૂબ અભિનંદન આપેલ. સનહાર્ટગૃપ ફાર્મિંગ ક્ષેત્રે ઓર્ગેનીક ફાર્મિંગ માટે આગળ આવે તેવી ભલામણ કરવામાંઆવી. મહાનુભાવોને સનહાર્ટની કોર્પોરેટ ઓફિસ – અમદાવાદ ખાતે મુલાકાત આપવા બદલ મંત્રીશ્રીઓનો અને સરકારશ્રીનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરે છે.
