હિન્દી ફિલ્મમા મ્યુઝિક ડાયરેક્ટર તરીકે પદાર્પણ કરના રરાજપીપળાના સંગીતકાર
શિવરામ પરમારનો ધૂમ મચાવતો નવો ગરબો
ગરબા હિસ્ટના નામે ધૂમ મચાવતા 2021ના ગરબાને રાજપીપળાના સંગીતકારઅને શિવરામ પરમારે મ્યુઝિકઆપ્યું
રાજપીપલા, તા.11
હિન્દી ફિલ્મમા મ્યુઝિક ડાયરેક્ટર તરીકે પદાર્પણ કરનાર રાજપીપળાના સંગીતકાર
શિવરામ પરમારહાલ મુંબઈ મા રહીને ફિલ્મ ક્ષેત્રે અને સંગીત ક્ષેત્રે સારુ એવુ નામ કમાવ્યું છે રાજપીપલા અને નર્મદા જિલ્લાનું ગૌરવ બનેલા શિવરામ પરમારે હાલ 2021ના નવા લેટેસ્ટ ગરબા મા પોતાનું મ્યુઝિક આપ્યું છે. જે ખેલૈયાઓમાં ખુબ લોકપ્રિય થયું છે.જે હાલ યુટ્યુબ પર
ગરબા હિસ્ટના નામે ધૂમ મચાવતા 2021ના ગરબાને રાજપીપળાના સંગીતકારઅને શિવરામ પરમારે મ્યુઝિક આપ્યું છે.
હા,2021 નવરાત્રી નુ નવલું નજરાણું રૂપે અનિલ રાદડીયા અને સામર્થી બારોટ લઈને આવ્યા છે એક સુંદર ગરબો. જે આજે રિલીઝ કરવામાં આવ્યો છે. જેનું મ્યુઝિક રાજપીપળાના શિવરામ પરમાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે .
તેમજ આ ગરબામાં સ્વર પણ શિવરામ પરમાર તથા પામેલા જૈને આપ્યો છે.
એકદમ નવું સ્વરાંકન તથા હાલ માં ચાલી રહેલા ટ્રેન્ડ મુજબ આ ગરબા ને તૈયાર કરવામાં આવ્યો છે.પ્રાચીન અને અર્વાચીન બંને પ્રકાર ને આવરી લેવામાં આવ્યો છે.
ગરબા અને રાસ માં ધૂમ મચાવે દે અને તમને ગરબે ઝૂમવા માટે મજબૂર કરી દે એવી બીટ્સ નાખવામાં આવી છે.
ભરૂચ ના ઉભરતા ગીતકાર માનસી દિવાન દ્વારા આ ગરબા ને શબ્દો આપવામાં આવ્યા છે.
હાલ આ ગરબો યુ ટ્યુબ પર ગરબા હિસ્ટ ના નામે ધૂમ મચાવી રહ્યો છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા