પ્રેસ કલબ નર્મદા,રાજપીપલા આયોજીત દ્વિદિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

રાજપીપલામા ધૂમ મચવતા શેરી ગરબાની રમઝટ

પ્રેસ કલબ નર્મદા,
રાજપીપલા આયોજીત દ્વિદિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ

લૂપ્ત થતાં અસલી શેરી ગરબાને છેલ્લા 9વર્ષથી જીવંત રાખવાનો પ્રેસ ક્લબ નર્મદાનો સ્તુત્ય પ્રયાસને સાંસદ, ધારાસભ્ય સહિત અધિકારીઓ એ બિરદાવ્યા

રાજપીપલામા શેરી ગરબાની શરૂઆત સ્વ. રત્નસિંહ મહિડાએ કરાવી હતી

રાજપીપલા, તા11

નર્મદા જિલ્લામા ઘણા વખતથી લૂપ્ત થતાં અસલી શેરી ગરબાને છેલ્લા 9વર્ષથી
પ્રેસ ક્લબ નર્મદા, રાજપીપલા દ્વારા જીવંત રાખવાનો સ્તુત્ય પ્રયાસથઈ રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષે પ્રેસ કલબ નર્મદા,
રાજપીપલા આયોજીતઅને
સુરક્ષા સેતુ સોસાયટી (નર્મદા પોલીસ) પ્રાયોજીત અને
સ્વ. રત્નસિંહજી મહિડા ના સ્મરણાર્થે દ્વિદિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવ(હરીફાઈ )-2021નોરંગેચંગે પ્રારંભ ત્રીજા નોરતે તા 09.10.21 શનિવારે નવદુર્ગા હાઈસ્કૂલના પટાંગણ મા યોજાયો હતો.

જેમાં સમારંભના ઉદ્ઘાટક અને મુખ્યમહેમાન તરીકે
પી.ડી. વસાવા,ધારાસભ્ય, નાંદોદ તેમજ
સમારંભના અતિથિવિશેષ તરીકે ઘનશ્યામભાઈ પટેલ ચેરમેન, નર્મદા સુગર, ભરુચ દૂધધારાડેરી, bjp નર્મદા,તથા કૂલદીપસિંહ ગોહિલ પ્રમુખ, નગરપાલીકા રાજપીપલા,
અને શ્રીમતી રીનાબેન પંડયા,આચાર્યા,નવદુર્ગા હાઈસ્કૂલ, રાજપીપલાતથા ખરીદવેચાણ સંઘ પ્રમુખ અરવિંદપટેલ તથા ભાજપાજિલ્લા કારોબારી સદસ્ય કમલેશ પટેલ ઉપસ્થિતરહ્યા હતા. મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી પ્રથમ દિવસના શેરી ગરબા મહોત્સવને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે પ્રેસ ક્લબ નર્મદાના પ્રમુખ દીપક જગતાપે સ્વાગત પ્રવચન કરી સતત નવમાં વર્ષે નર્મદામા લૂપ્ત થઈ રહેલા શેરી ગરબાને જીવંત રાખવાનું કામ પ્રેસ ક્લબ નર્મદા કરી રહી છે, ચાલુ વર્ષે નગરની દશ શેરીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હોવાનું જણાવી
મહેમાનોને આવકાર્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન

ઉદ્ઘાટક ધારાસભ્ય પી ડી વસાવાએ પ્રેસ ક્લબ નર્મદાની શેરી ગરબાને પ્રોત્સાહન આપવાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે આપણો અસલી ગરબો જ શેરી ગરબો છે. ગુજરાત આપણી ગરબા સંસ્કૃતિ છે ત્યારે નવરાત્રિ મહોત્સવ માતાજીની આરાધના સાથે શક્તિ પર્વ તરીકે ઉજવાય એવો અનુરોધ કર્યો હતો. રાજપીપલા મા સૌ પ્રથમ શેરી ગરબાની શરૂઆત કરાવનાર સ્વ. રત્નસિંહ મહિડા હતા. એમણે શેરી ગરબાઓને પ્રોત્સાહન આપ્યું હતું. આજે એમની સ્મુતિમા પ્રેસક્લબ નર્મદા છેલ્લા 9 વર્ષથી સતત લૂપ્ત થયેલા શેરી ગરબાને જીવન્ત રાખવા શેરીગરબા મહોત્સવનું સફળ આયોજન કરે છે તે સરાહનીય હોવાનું જણાવી સુંદર આયોજન પણ પ્રેસ ક્લબ નર્મદાની ટીમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
જયારે નર્મદા સુગરના ચેરમેન અને નર્મદા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલે રાજપીપલા મા 9વર્ષથી શેરી ગરબાના માધ્યમથી અસલી શેરી ગરબાઓને ધમધમતી કરનાર પ્રેસ ક્લબ નર્મદાની પ્રવૃત્તિ ને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે શેરીમાં ગવાતો, ઝીલાતો અને ગુંજતો ગરબો એજ અસલી શેરી ગરબો છે આજે લખલૂટ ખર્ચે રમતા આધુનિક ટ્રેડિશનલ ગરબાઓની સામે આજે પણ શેરી ગરબાનુ મહત્વ જરાયું ઘટ્યું નથી. ઉલટ આ વર્ષે ગુજરાતમાં મોટા ગરબાને પરમિશન નથી મળી અને શેરી ગરબાને પરમિશન મળી છે ત્યારે સમગ્ર ગુજરાતમા શેરી ગરબાઓ ધૂમ મચાવી રહ્યા. પ્રેસ ક્લબ દ્વારા દર વર્ષે શેરી ગરબાને અપાતા પ્રોત્સાહન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે પ્રથમ દિવસે પાંચ જેટલી શેરીઓ જય માતાજી ગ્રુપ,દરબાર રોડ, રાજપીપલા,જય અંબે ગ્રુપ, કાછીયાવાડ,રાજપીપલા,નવાપરા યુથ ક્લબ, રાજપીપલા,
માં શક્તિ ગ્રુપ, કાછીયા વાડ, રાજપીપલા,બ્રાહ્મણીયા ફળિયા, યુવા મંડળ, કાછીયા વાડ રાજપીપલાએ ઉત્સાહ ભેર ભાગ લઈ શેરી ગરબાની સુંદર રમઝટ બોલાવી હતી.
ભાગ લેનાર દરેક સ્પર્ધાક બહેનોને પ્રેસ ક્લબ તરફથી લ્હાણી અપાઈ હતી.

જેમાં નિર્ણાયક તરીકે મનહરબેન મહેતા, દક્ષાબેન પટેલ, જ્યોતિબેન જગતાપ, અને ફાલ્ગુનીબેન પંચોલીએ સેવા આપી હતી. જયારે કાર્યક્રમનું સફળ સંચાલન પ્રકાશભાઈ માછીએ કર્યું હતું.બાદ પૂર્ણાહુતી કાર્યક્મ બીજે દિવસે અન્ય પાંચ શેરીઓના ગરબા રમાશે. ત્યારબાદ ઇનામ વિતરણ કાર્યક્રમમા ત્રણ વિજેતા ગ્રુપને પ્રેસ ક્લબ નર્મદા તરફથી રોકડ ઇનામ, ટ્રોફી તથા પ્રમાણપત્ર અપાશે.પહેલી વાર એકજ સ્થળે બેસીને બધા ગરબા સાથે બેસીને જોવાનો લ્હાવો સૌને ગમ્યો હતો.

તસવીર :દીપક જગતાપ
રાજપીપલા

TejGujarati