ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળકની સીવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મનભરી રમાડયું. હોસ્પિટલના કર્મીઓએ બાળક નામ ‘ સ્મિત’ રાખ્યુ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળકની સીવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મનભરી રમાડયું. હોસ્પિટલના કર્મીઓએ બાળક નામ ‘ સ્મિત’ રાખ્યુ

સ્વામિનારાયણ મંદિર ખાતે મળી આવેલ બાળકના માતા પિતાની શોધખોળની ઘટનાએ જોર પકડયું છે ત્યારે ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળકની સીવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી અને માસૂમ બાળકને ગૃહ રાજય મંત્રીશ્રીએ મનભરી રમાડયું હતું.

નવયુવાનો અને સર્વે ગુજરાતીઓને સોશ્યિલ મીડિયાના માધ્યમમાં વધુને વધુ આ સમાચાર શેર કરવાની અપીલ ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવી દ્વારા કરવામાં આવી હતી.

સમગ્ર દેશના તમામ રાજયની પોલીસને આ અંગે જાણ કરાઇ : આ બાળકના માતા-પિતા અને મૂકી જનારને શોધવા માટે સાત ટીમ બનાવવામાં આવી છે.

માસૂમ બાળકના સ્મિતને જોઇને માતા જશોદા બનેલા દિપ્તીબેન અને સિવીલ હોસ્પિટલના કર્મીઓએ બાળક નામ ‘ સ્મિત’ રાખ્યુ છે અને તેઓની દેખરેખમાં આ બાળક હૂંફ મેળવી રહ્યું છે. આવો આજે સૌ એક મળીએ અને આ બાળકના માતા પિતાનેને શોધવામાં સહકાર આપીએ.

TejGujarati