“એક્યુટ (તીવ્ર) રોગો માં હોમિયોપથી દવાઓ ની અસરકારકતા.”Dr. Ami Chandarana M.D.(Hom)

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

એક્યુટ એટલે કે તીવ્ર રોગો કે જેના લક્ષણો ઝડપથી જોવા મળે છે અને તેમા ઝડપી રાહત મળે તે પણ જરૂરી છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે હોમિયોપથી દવાઓ ધીમે કામ કરે છે, પરંતુ એ તદન ખોટી માન્યતા છે. હોમિયોપથી દવાઓ ખુબ જ ઝડપથી અસર કરે છે અને એક્યુટ રોગો જેવા કે, ડેન્ગ્યુ, ચીકનગુનીયા, ફુડ-પોઈઝનીંગ, કાકળા (ટોન્સીલાઈટીસ) વગેરે માં ખૂબ જ અસરકારક છે. હોમિયોપથિક દવાઓ વ્યક્તિની તાશીર સમજી ને અપાઈ છે નહિ કે કોઈ રોગ ના નામ પરથી આપવામાં આવે. હોમિયોપથી દવાઓ વ્યક્તિ ની રોગપ્રતિકારક શકિત ઉપર અસર કરતી હોવાથી તે કોઈ એક ચોક્કસ રોગ ને દૂર કરવા ને બદલે શરીર ની રોગપ્રતિકારક શકિત મા વધારો કરી ને રોગ દુર કરે છે.

હાલ જોવા મળતા ડેન્ગ્યુ અને ચીકનગુનીયા જેવા રોગો માં એક સમયે આજ થી ૪-૫ વષૅ પહેલા હોમિયોપથી દવાઓ પ્રિવેન્ટીવ તરીકે આપવામાં આવી હતી જે ખુબ જ અસરકારક સાબિત થઇ હતી અને હાલ પણ આ રોગો માટે આ દવાઓ એટલી જ અસરકારક છે. ડેન્ગયુ મટ્યા પછી નબળાઈ હોય કે, ચીકનગુનીયા મટ્યા પછી રહી જતા સાંધા ના દુખાવા હોય કે પછી પોસ્ટ કોવીડ ની તકલીફ હોય બધા માં હોમિયોપથી દવાઓ ની અસરકારકતા ખુબ જ છે. તેમજ કોરોના પ્રિવેન્ટીવ તરીકે આર્સેનિકમ આલ્બમ ખુબ વધુ માત્રામાં આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી જે ખુબ અસરકારક રહી હતી.

હોમિયોપથી થી સાજા થયેલા અેક્યુટ રોગો માટે ના મારા અનુભવો :

એક દર્દી ને મોડી રાત થી ફુડ પોઈઝનીંગ ની તકલીફ શરૂ થઈ ગઈ હતી, બે – ત્રણ વખત ઝાડા ઉલ્ટી થયા અને તેમનો ફોન આવ્યો એટલે મે એક દવા પાણી માં પલાળી દર બે – બે કલાકે લેવા કહ્યુ અને લગભગ છ કલાક પછી એમનો ફોન આવ્યો કે હવે મને સારુ છે. ઉંઘ બરોબર આવી ગઈ હતી અને હવે ભુખ પણ લાગી છે.

બીજો એક કેસ મને યાદ છે, એ દર્દી ને તાવ આવ્યો હતો (વાયરલ ફીવર), અચાનક જ શરૂ થયો તેમજ ડેન્ગયુ – ચીકનગુનીયા ના રીપોર્ટ નોર્મલ હતા. એમની કેસ ડિટેઇલ્સ લેતા એક અલગતા ધરાવતુ જાણવા મળ્યું કે ઉંઘ માં તાવ વધી જાય છે. હોમિયોપથી દવાઓ આવા અલગતા ધરાવતા લક્ષણો પર જ આપવામાં આવે છે. તો આજ રીતે મે એમને અેક દવા આપી અને લગભગ સાંજ સુધી માં ઘણી રાહત હતી, ભુખ – ઉંઘ – તરસ રેગ્યુલર થઇ ગયા હતા અને બીજા દિવસ સુધી માં તાવ પણ નહતો આવ્યો.

આ રીતે હોમિયોપથી દવાઓ એક્યુટ રોગો માં ખુબ જ ઝડપથી અને વધુ સારી રીતે કામ કરે છે

– Dr. Ami Chandarana M.D.(Hom)
Assistant professor at Kamdar Homoeopathic Medical College and Research Center

TejGujarati