કેળ ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં નર્મદા જિલ્લો પ્રથમ

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કેળ ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં નર્મદા જિલ્લો પ્રથમ

વિદેશ જતા નર્મદાના ઓર્ગેનિક કેળા
એક્સપોર્ટ ક્વોલિટીના કેળા ઓમાન,દુબઈ,અમીરાત અબુધાબી, ગર્લકન્ટ્રીમાં તથા યુરોપના દેશોમાં નિકાસ થાય છે.

એક્સપોર્ટ ક્વોલિટીના કેળાનો ભાવ સારો મળવાથી ખેડૂતોને સારો આર્થિક ફાયદો

રાજપીપલા, તા.11

કેળ ઉત્પાદન ક્ષેત્રમાં નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવેછે. અહીં સૌથી વધારે કેળાનું ઉત્પાદન થાય છે. ખાસ તો નર્મદાના કેળાની વિદેશમાં નિકાસ થાય છે.
વિદેશ જતા નર્મદાના કેળા ઓર્ગેનિક અને
એક્સપોર્ટ ક્વોલિટીના કેળા હોય છે. તે ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ કરીને ઓમાન, દુબઈ,અમીરાત અબુધાબી, ગર્લકન્ટ્રીમાં તથા યુરોપના દેશોમાં નિકાસ થાય છે.આ એક્સપોર્ટ ક્વોલિટીના કેળાનો ભાવ સારો મળવાથી ખેડૂતોને સારો આર્થિક ફાયદોથતો આ વિસ્તારના કેળ પકવતા ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે.પ્રિસિઝન ફાર્મિંગથી કેળની ઉત્પાદકતામાં વધારો થયો છે

આવા એક્સપોર્ટ ક્વોલિટીના કેળા તૈયાર કરવા માટે ખાસ પ્રકારની માવજત લેવી પડે છે.નર્મદા જિલ્લામાં ખેતીવાડી વિભાગ તરફથી, કૃષિ નિષ્ણાતો તેમજ કૃષિ વૈજ્ઞાનિકો તરફથી સારું એવું માર્ગદર્શન મળતા નર્મદાના ખેડૂતો હવે કેળાની આધુનિક ખેતી કરતા થયા છે. ટીસ્યુ કલ્ચરથી સારી જાતના કેળાનું નર્મદામા ઉત્પાદન થાય છે જેમાં નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકામાં જીઓરપાટી,કરાઠા, વાવડી,ગોપાલપુરા,હજરપુરા, રાજપીપળા વિસ્તારના ખેડૂતો ખાસ ટ્રીટમેન્ટ આપીને પ્રિસિઝન ફાર્મિંગ પદ્ધતિ દ્વારા એક્સપોર્ટ કોલેટી ના કેળા તૈયાર કરી વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.આ ખેડૂતો તેની ખેતીમાં 42 માસમાં અંદાજે ૪ લાખના ખર્ચની સામે20થી ૨૨ લાખનું ઉત્પાદન કરી સારોએવો આર્થિક ફાયદો મેળવતા ખેડૂતોને જીવનધોરણ ઘણું ઊંચુ આવ્યું છે.

અહીં કેળાને તાપ કે જીવાત કે ફૂગ ન લાગે માટે કેળાની લૂમ ઉપર ભૂરા રંગની કેપ કોથળી ચડાવાયછે. ત્યારબાદ ત્યારબાદ આ કેળાની લૂમ નું કટિંગ કરીને પ્રોસેસ માટે લઈ જવામાં આવે છે.લૂમમાંથી કેળાનાકાતરા કાપી ને તેમનેપ્રથમ ટાંકીમાં લઈ જવામાં આવે છે. ત્યારબાદ ત્યાંથી તેને કેમિકલવાળા પાણીમાંબોળીતેને ધોઈ સાફ કરવામાં આવે છે.જેમાંના ખરાબ કેળા કાઢી નાખવામાં આવે છે. ત્યારબાદ તેનું વજન કરી ને કોથળીમાં પેક કરીને કરીને વેક્યુમ કરીને ખોખામાં પેક કરવામાંઆવે છે. ત્યાંથી તેને કોલ્ડ સ્ટોરેજમાં લઈ જવામાં આવે છે. અને ત્યાંથી તેને એસી કન્ટેનરમાં વિદેશમાં મોકલવામાં આવે છે. પ્રોસેસ કરેલા આ કેળા મહિનાઓ સુધી બગડતા નથી.નર્મદા જિલ્લાના ખેડૂતો હવે એક્સપોર્ટ ક્વોલિટીના કેળ ઉત્પાદન તરફ વળ્યાં છે.

તસવીર અને અહેવાલ :દીપક જગતાપ,રાજપીપલા

TejGujarati