રાજપીપલા જેલમાં બંદીવાન ભાઈઓ માટે નવરાત્રિ ગરબાનુ આયોજન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાજપીપલા જેલમાં બંદીવાન ભાઈઓ માટે નવરાત્રિ ગરબાનુ આયોજન

બંદીવાનોના માનસ પરિવર્તનના ભાગરૂપે માતાજીની આરતી સાથે બંદીવાનો વચ્ચે નવરાત્રીનો શુભારંભ

રાજપીપલા, તા.11

રાજપીપલા જેલમાં બંદીવાન ભાઈઓ માટે નવરાત્રિ ગરબાનુ આયોજનકરવામાં આવ્યું છે.બંદીવાનોના માનસ પરિવર્તનના ભાગરૂપે માતાજીની આરતી સાથે બંદીવાનો વચ્ચે નવરાત્રીનો શુભારંભ કરાયો છે

જેલોના વડા ડો. કે.એલ.રાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ જેલમાં બંદીવાનોના માનસ પરિવર્તનના ભાગરૂપે ” આઝાદીકા અમૃત મહોત્સવ” નિમિતે નવરાત્રી મહોત્સવ નિમિતે ગરબાનું આયોજન કરવા સૂચના થતાં રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનોની બેરેકમા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યુંછે . બંદીવાનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો.ઇન્ચાર્જ અધિક્ષક એલ.એમ .બારમેરા દ્વારા માતાજીની આરતી કરી બંદીવાનો વચ્ચે નવરાત્રીનો શુભ આરંભ કરવામાં આવતા જેલમા ધાર્મિક વાતાવરણ ઉભું થયું હતું.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati