વડાપ્રધાન મોદી ૩૧ ઓક્ટોબરેગુજરાત આવે તેવી શકયતાઓ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

વડાપ્રધાન મોદી ૩૧ ઓક્ટોબરે
ગુજરાત આવે તેવી શકયતાઓ

કેવડિયા કોલોની ખાતેસરદાર પટેલીન પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.

કેવડિયા કોલોની ખાતે
વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરે તેવી શક્યતા

ભાજપની રાષ્ટ્રીય
કારોબારીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સમાવેશ

રાજપીપલા, તા 8

વડાપ્રધાન બન્યા બાદ અનેક
વાર પીએમ મોદી ગુજરાતની મુલાકાતે લઈ ચુક્યા છે ત્યારે ફરી એકવાર
વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવેતેવું મનાઈ રહ્યું છે. પીએમ મોદી રાષ્ટ્રીય એકતા
દિવસ પર એટલેકે ૩૧ ઓક્ટોબરના દિવસે ગુજરાતની મુલાકાતે આવે તેવીસુત્રો તરફથી જાણકારી મળી રહી છે.આ
દિવસે તેઓ કેવડિયા કોલોની ખાતેસરદાર પટેલીન પ્રતિમાને પુષ્પાંજલિઅર્પણ કરશે. તેમજ કેવડિયા કોલોની ખાતે
વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણકરે તેવું મનાઈ રહ્યું છે.વડાપ્રધાનનીઆ
ગુજરાતની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. પીએમ મોદી ફરી ગુજરાત
પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ રાષ્ટ્રજોગસંબોધન પણ કરશે. મહત્વનું છે કે
ગુજરાતમાં આગામી ૨૦૨૨માં
વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છેત્યારે ગુજરાતમાં ભાજપ દ્વારા તડામાર
તૈયારીઓ કરવામાં આવી રહી છે.અત્રે
ઉલ્લેખનીય છેકે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ભાજપની તમામ પેનલોનો
ભવ્ય વિજય થતા વડાપ્રધાન મોદીએ ટવીટ કરી, મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ
અધ્યક્ષ સહિત તમામને જીતનીશુભેચ્છાઓ આપી હતી. જો કે ગુજરાતના
રાજકારણમાં બદલાવ બાદ વડાપ્રધાન મોદી પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવનાર
છે. ત્યારે ગુજરાતમાં ત્યારે ગુજરાતને લઈને મહત્વનું જાહેરાત પણ કરવામાં
આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહીછે. ગુજરાતમાં સત્તા પરિવર્તન બાદ નવી
સરકાર રચાઈ છે. એવામાં ગુજરાતમાંભાજપના સિનિયમ મંત્રીઓને પણ મોટી
જવાબદારી સોપવામાં આવી છે, જેમાં જૂના મંત્રીઓને ભાજપની રાષ્ટ્રીય
કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, તેમજરાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સહિત ભાજપાના મોટા નેતાઓનેભાજપની આ કારોબારીમાં સમાવેશ
કરવામાં આવ્યો છે

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati