ભારતીય તટરક્ષક દળ દ્વારા સમુદ્રી શોધખોળ અને બચાવ વર્કશોપ (MSAR-21)નું કરાયું આયોજન.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ભારતીય તટરક્ષક દળ દ્વારા સમુદ્રી શોધખોળ અને બચાવ વર્કશોપ (MSAR-21)નું કરાયું આયોજન.

પોરબંદર ખાતે તટરક્ષક દળના હેડક્વાર્ટર નંબર 1 ખાતે 05 ઓક્ટોબર 2021ના રોજ એક દિવસીય “સમુદ્રી શોધખોળ અને બચાવ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયામાં અસરકારક શોધખોળ અને બચાવ (SAR) કામગીરીઓ માટે હિતધારકોમાં સંકલન પર ધ્યાન આપવા માટે આ વર્કશોપ યોજાયો હતો. ભારતીય તટરક્ષક દળ (ICG) એ DGICG સાથે રાષ્ટ્રીય સમુદ્રી SAR સંચાલન સત્તામંડળ છે જે રાષ્ટ્રીય સમુદ્રી SAR બોર્ડની અધ્યક્ષતા ધરાવે છે.

આ પરિસંવાદમાં તટરક્ષક દળ, નૌસેના, સમુદ્રી પોલીસ ગુજરાત અને દીવની કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસ, કસ્ટમ્સ, ઇસરો, જહાજ ટ્રાફિક વ્યવસ્થાપન પ્રણાલી (VTMS) ખંભાત, જહાજ ટ્રાફિક સેવા (VTS) કચ્છ અને ભારતીય હવાઇમથક સત્તામંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતિઓએ SAR પર હાલમાં અસ્તિત્વમાં રહેલી પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયા (SOP) ને માન્યતા આપી હતી.

મુલાકાતી પ્રતિનિધિમંડળે તેમના સંબંધિત ક્ષેત્રો/વિભાગોમાં તાજેતરના ડેવલપમેન્ટ્સ પણ રજૂ કર્યા હતા.

TejGujarati