એચ.એ. કોલેજમાં વિદ્યાર્થીઓ ધ્વારા “ગાંધી મારી નજરે” વક્તવ્ય યોજાયુ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

એચ.એ. કોલેજમાં વિદ્યાર્થીઓ ધ્વારા
“ગાંધી મારી નજરે” વક્તવ્ય યોજાયુ
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એચ.એ. ગાંધીઅન સોસાયટી ધ્વારા મહાત્મા ગાંધીની ૧૫૨મી જન્મજયંતી નિમિત્તે કોલેજના ૧૫ વિદ્યાર્થીઓએ “ગાંધી મારી નજરે” વિષય ઉપર વિચારો વ્યક્ત કર્યા હતા. તેમના ધ્વારા રજૂ થયેલા વક્તવ્યોમાં ગાંધીજીના વિચારો આજના સમયમાં પણ પ્રસ્તુત છે તથા આદર્શ સમાજની રચના કરવી હોય તો ગાંધીની ફોલોસોફી અપનાવવી પડશે તેવી રજૂઆત કરી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પ્રિ.સુભાષ બ્રહ્મભટ્ટે કહ્યું હતુ કે વિશ્વમાં એટમીક શસ્ત્રો વધારવાની દોટ લાગેલી છે ત્યારે વિશ્વશાંતી ઉભી કરવા માટે ગાંધીજીએ બતાવેલા આદર્શો આપણે સ્થાપવા પડશે. ધર્મ જાગૃતિ કેન્દ્રના પ્રમુખ પ્રમોદભાઈ શાહે પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગ ઉપર ચાલીને ભારતને આઝાદી અપાવી હતી. મક્કમ મનોબળ તથા એકાગ્રતા સાથે દેશને એક કરીને સ્વતંત્રતાની ચળવળ સફળતાપૂર્વક ચલાવી હતી. સમાજમાં તમે જે બદલાવ જોવા માંગતા હોવ તે પહેલા તમારામાં બદલાવ થવો જોઈએ તેવુ મહાત્મા ગાંધી માનતા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રા.અનુરાધા પાગેદાર, પ્રા.મહેશ સોનારા તથા પ્રા.શુભ્રા નાણાવટીએ કર્યું હતુ.

TejGujarati