આજથી રાજ્યમાં નવરાત્રીનો આરંભ. કોરોનાનો સંદેશ આપતી પાઘડી થીમ પર ઝૂમશે ખેલૈયા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ

આજથી રાજ્યમાં નવરાત્રીનો આરંભ. કોરોનાનો સંદેશ આપતી પાઘડી થીમ પર ઝૂમશે ખેલૈયા.

આજથી માં અંબાના પાવન પર્વ નવરાત્રીનો રાજ્યમાં પ્રારંભ થઇ રહ્યો છે અને લોકો ગરબા રમવા માટે થનગની રહ્યા છે. ગયા વર્ષે કોરોનાના ગ્રહણને લીધે નવરાત્રી નહોતી ઉજવાઈ પરંતુ આ વખતે પણ સરકારની ગાઈડલાઈન મુજબ પાર્ટી પ્લોટ હોલમાં ગરબાનું આયોજનને મંજૂરી ન આપતા માત્ર શેરી સોસાયટીઓમાં 400 લોકો સાથે જ ગરબા રમવા માટેની મંજૂરી આપવામાં આવી છે ત્યારે અમદાવાદના એક ખેલૈયા ગ્રૂપના સભ્ય કરણ દતાણી દ્વારા મસ મોટી સુશોભિત કરવામાં આવેલ કોરોનાં થીમ પર પાઘડી બનાવવામાં આવી છે જેના દ્વારા લોકોને કોરોના રસી લેવા માટે જાગૃતતાનો સંદેશ આપવામાં આવ્યો છે તેમજ આ પાઘડીમાં પીએમ મોદી તેમજ નવા સીએમ ભુપેન્દ્ર પટેલની તસવીરો પણ લગાવવામાં આવી છે જેના દ્વારા આ ગ્રુપ વિવિધ જગ્યાએ ગરબા રમી કોરોના રસી લેવા માટેનો અનેરો સંદેશ આપશે. આજે પ્રથમ નોરતું છે ત્યારે આપ સર્વેને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈનનું પાલન કરવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. ઉત્સાહ સાથે ઉજવણી કરો પરંતુ સ્વાસ્થ્ય ની જાળવણી અને પોલીસ અને તંત્રને સહકાર આપીને. માં અંબે આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે.

TejGujarati