આ વાદળ વીજળી વરસાદનો સમય કેટલાં પ્રેમીઓનાં હૈયાં એ હરી જાય. – પૂજન મજમુદાર.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

શ્વાસમાં સુરોની સુગંધ એ ભરી જાય
રૂંવે રૂંવે સ્વરોના તરંગ એ ભરી જાય

હાજર હોય ને વરતાય નહિ એ હસ્તી
પલકવારમાં આખું હૈયું એ તરી જાય

નામ એનું જ થાય જીવનમાં સૌની વચ્ચે
સૌના કરતાં કંઇક અલગ એ કરી જાય

આ વાદળ વીજળી વરસાદનો સમય
કેટલાં પ્રેમીઓનાં હૈયાં એ હરી જાય

સારો સમય ક્યાં બંધાય છે આ મુઠ્ઠીમાં
અદ્રશ્ય જળથી’ય જલ્દી એ સરી જાય

કેટલાં છોગાં સમાય એની પાઘડીમાં
સુર સ્વર શબ્દને સંગાથે એ વરી જાય

પૂજન મજમુદાર ૬/૧૦/૨૦૨૧

TejGujarati