જિદંગી જીવવાની કળા’ વિશે એચ.એ.કોલેજમાં વ્યાખ્યાન યોજાયું.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

‘જિદંગી જીવવાની કળા’ વિશે એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. યુનિટ ધ્વારા વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતુ. અમદાવાદના વિસ્તરણ અધિકારી અને જાણીતા વક્તા શ્રી સુરેશદાન ગઢવીએ જણાવ્યું હતું કે વ્યક્તિએ સફળતા મેળવવા માટે પાત્રતા કેળવવી પડે અને જિંદગી જીવવા માટે નમ્રતા કેળવવી પડે. પાત્રતા અને નમ્રતાની સાથે પ્રાર્થના અને પ્રરિશ્રમનો સુયોગ થાય તો કુદરત પણ મહેરબાન થાય છે અને જિંદગી એક ઉત્સવ બની જાય છે. પ્રિન્સીપાલ ડૉ. સંજય વકીલે જણાવ્યું હતું કે જો જીવનમાં મિત્રતા અને સ્મિતનો સથવારો મળે તો જીવન ભવ્ય થાય અને કોઈને ઉપયોગી થઈએ તો જીવન લેખે થયું ગણાય. મોટી સંખ્યામાં એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

TejGujarati