25 વર્ષથી ભાણવડ નગરપાલિકામા ભાજપનું શાસન તોડતી કોંગ્રેસ. નગરપાલિકામા કોંગ્રેસએ મેળવી જીત.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

25 વર્ષથી ભાણવડ નગરપાલિકામા ભાજપનું શાસન તોડતી કોંગ્રેસ. નગરપાલિકામા કોંગ્રેસએ મેળવી જીત. કોરોના દરમ્યાન લોકઉપયોગી કરેલ કાર્યોને પ્રજાએ યાદ રાખ્યા.

દેવભૂમિ દ્વારકા: ભાણવડમાં કોંગ્રેસના સખી દાંતા એવાં જીલ્લા પંચાયતના સદસ્ય કેડી કરમુર અને ધારાસભ્ય વિક્રમ માડમના નેતૃત્વ વાળી કોંગ્રેસએ જીત મેળવી છે.

ભાણવડમાં શા માટે કોંગ્રેસની જંગી જીત થઇ કારણ કે કેડી કરમુર દ્વારા કોરોના કાળમાં જનતાને ખુબજ મદદરૂપ થયાં હતાં તેમના દ્વારા જરૂરતમંદ દરેક લોકોને મદદ પણ કરવામાં આવી હતી તેમજ ભાણવડ સરકારી હોસ્પિટલમાં જરૂરી દવાઓ સ્ટોક હતો જેથી જનતાએ ભાજપને જાકારો આપ્યો

નગરપાલિકામાં જીત મેળવતા જ કોંગ્રેસ દ્વારા ભવ્ય રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ભાણવડ નગરપાલિકામા આ વખતે જનતા એ ભાજપને માત્ર 8 બેઠક આપી જ્યારે ગયા વર્ષે ભાજપ પાસે 16 બેઠક હતી કોંગ્રેસ પાસે 8 બેઠક હતી. ભાણવડ નગર પાલિકા મધ્યસ્થ ચૂંટણી ૨૦૨૧ ની મત ગણતરી પૂર્ણ થઇ. 25 વર્ષથી ભાણવડ નગરપાલિકામા ભાજપનું શાસન હતું

થોડા સમય પહેલા ભાજપ ના 4 કોર્પોરેટરએ કોંગ્રેસને ટેકો આપતા ભાજપે બહુમતી ગુમાવી દીધી હતી આથી તંત્ર દ્વારા સુપર સીડ જાહેર કરવામાં આવી હતી. આથી પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસ માત્ર 13 થી 14 મહિના માટે શાસનમાં રહેશે ત્યારબાદ ફરીથી 5 વર્ષના શાસન માટે ચુંટણી આવશે.

ભાણવડ નગરપાલિકામાં કુલ 24 બેઠક, કુલ વોર્ડ 6. જેમાં કોંગ્રેસ દ્વારા 16 બેઠક થી નગરપાલિકામાં જંગી જીત મેળવી છે. ભાજપની 8 બેઠક ઉપર જીત થઇ હતી આમ આદમી પાર્ટી 0 ઉપર રહી હતી.

TejGujarati