PDEU એ ઇન્ડસ્ટ્રી 4.0, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, રોબોટિક્સ, ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), અને નેક્સ્ટ-જનરેશન કમ્પ્યુટિંગમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટના આગળના ક્ષેત્રોમાં ઇન્ડસ્ટ્રી 4.0 પડકારોને પહોંચી વળવા માટે તેની શૈક્ષણિક યોજનામાં સુધારો કર્યો છે.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU) ને અગાઉ આપવામાં આવેલા આદેશ સાથે, જે અગાઉ પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU) તરીકે ઓળખાતી હતી, યુનિવર્સિટી દ્વારા ઔધોગિક જરૂરિયાતો અને પડકારોનો ઉકેલ લાવવા માટે સભાન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. PDEU એ ઇન્ડસ્ટ્રી 4.0, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, રોબોટિક્સ, ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), અને નેક્સ્ટ-જનરેશન કમ્પ્યુટિંગમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટના આગળના ક્ષેત્રોમાં ઇન્ડસ્ટ્રી 4.0 પડકારોને પહોંચી વળવા માટે તેની શૈક્ષણિક યોજનામાં સુધારો કર્યો છે. એડિટિવ મેન્યુફેક્ચરિંગ અને 3 ડી પ્રિન્ટિંગ 2023 સુધીમાં 35 અબજ ડોલરના ઉધોગમાં વૃદ્ધિ પામશે. આ સંદર્ભમાં, આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી દ્વારા ‘આત્મનિર્ભર ભારત’ પર ભાર મુકવામાં આવ્યો છે કે મેક ઇન ઇન્ડિયા વૈશ્વિક સ્પર્ધક સ્વનિર્ભર અને આત્મનિર્ભર બને. આના પ્રતિભાવ તરીકે PDEU એ એરોસ્પેસ, ડિફેન્સ, ઓટો-મોબાઇલ, હેલ્થ કેર અને કન્ઝ્યુમર ગુડ્સની માંગ પૂરી કરવા માટે ‘આત્મનિર્ભર ભારત’ પહેલ તરીકે એક એડિટિવ મેન્યુફેક્ચરિંગ સુવિધા શરૂ કરવા માટે ઉત્સુક છે. PDEU એ ભારતીય 3D પ્રિન્ટર ઉત્પાદક કંપની સાથે હાથ પકડ્યો છે; ઇન્ટેક એડિટિવ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, બેંગલુરુ, મેક ઇન ઇન્ડિયા સ્વપ્નને સાકાર કરવામાં. વધુમાં, PDEU એ મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ, હૈદરાબાદ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે જેથી એવિઓનિક્સ અને હેલ્થ સેક્ટરના ક્ષેત્રમાં ઉકેલો આપવામાં આવે. આ સુવિધા ગુજરાતના તમામ હિસ્સેદારો માટે ખુલ્લી મુકવામાં આવશે અને PDEU 4 ઓક્ટોબરના રોજ ગુજરાત સરકારના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી દ્વારા આ સુવિધાને સમર્પિત કરીને અમારા માનનીય પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવા માટે ખૂબ જ આતુર છે. માનનીય શિક્ષણ મંત્રી, ગુજરાત સરકાર, શ્રી. જીતુભાઈ વાઘાણી અને ગુજરાત રાજ્ય સરકારના ઉચ્ચ અને તકનીકી શિક્ષણના માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર પણ આ સમારોહ માં હાજર રહેશે.

PDEU એ ભારતભરના લગભગ 100 વૈજ્ઞાનિકો ની હાજરીમાં

એડિટિવ મેન્યુફેક્ચરિંગ અને એડિટિવ મટીરીયલ કોન્ફરન્સનું

આયોજન કરવામાં પણ ઉત્સુક છે જે અધતન સામગ્રી અને

એડિટિવ મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા છે.

ત્રણ દિવસની કોન્ફરન્સ માટે 500 થી વધુ વૈજ્ઞાનિકો ઓનલાઇન જોડાશે. ઉધોગ ગત શિક્ષણ જગત અને સરકારને એક સાથે લાવનાર આ પ્રથમ કોન્ફરન્સ હશે. ડો.એસ.કે. ઝા, ચેરમેન એન્ડ ચિક્ એક્સએક્યુટિવ મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ, હૈદરાબાદ, અને ડો. દિનેશ શ્રીવાસ્તવ, ચેરમેન પરમાણુ ઇંધણ ન્યુક્લીઅર ફ્યુઅલ કોમ્પ્લેક્સ (NFO) પરિષદમાં મુખ્ય ભાષણ આપશે.

TejGujarati