ગાંધી જયંતિ નિમિતે નશાબંધી સપ્તાહનો જામનગર ખાતે કરાયો પ્રારંભ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જામનગર

ગાંધી જયંતિ નિમિતે નશાબંધી સપ્તાહનો જામનગર ખાતે કરાયો પ્રારંભ.

2 ઓક્ટોમ્બર દેશભરમાં ગાંધી જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે તો તેના ભાગરૂપે દારૂના સેવન સામે સજાગતાના ભાગરૂપે નશાબંધી અને આબકારી વિભાગના સહયોગથી 8 દિવસ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગરના ટાઉન હોલ ખાતે પણ જમનાગર સાયકલિંગ કલબ અને ગાયત્રી પરિવાર દ્વારા આ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં યુવાઓ બાળકો દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને હાર પહેરાવી સાયકલિંગ રેલી દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં બેનર્સ દ્વારા દારૂ પીવાથી થતા નુકશાન અને તેનાથી બચવા માટેના સંદેશ સાથે જાગૃતિ ફેલાવવામાં આવશે. આ સાયકલ રેલી શહેરના વિવિધ વિસ્તારોમા ફરશે અને ત્યાર બાદ જ્યાં આ દુષણ વધુ ફેલાય છે તેવા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેશે અને દારૂના સેવનથી થતું નુકશાન અને તે વિશે જાગૃતિ લાવવા માટે ભવાઈ, પપેટ શો નાટક દ્વારા લોકોને સંદેશ આપવામાં આવશે તેવું સહદેવસિંહ ઇન્ચાર્જ અધિક્ષક આબકારી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

TejGujarati