મોહસીને આઝમ મિશન દ્વારા રાજપીપળાના કસ્બાવાડના રાઠોડ ફળીયામાં વેકસીન કેમ્પ યોજાયો
રાજપીપળા : તા 2
જિલ્લા પંચાયત ના કોન્ફરન્સ હોલમાં નર્મદા જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને અને આરોગ્ય અધિકારી દ્વારા રાજપીપળા મુસ્લિમ સમાજના આગેવાનો અને ધર્મગુરુ સાથે મીટીંગ રાખવામાં આવી હતી. તેમાં જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુસ્લિમ સમાજના વિસ્તારોમાં વેકસીન પેહલો ડોજ લેવા માટે જે રહી ગયા છે.એના માટે એક આયોજન કરવામાં આવે. કે વેકશીનેશન વહેલામા વહેલીતકે થાય. એવુ જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે મુસ્લિમ આગેવાનોમાં બેઠકમાં હાજર રહેલા સામાજિક અગ્રણી ઈરફાન આરબ અને શાવનવાજ પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું કે અમે બીજા દિવસે મુસ્લિમ સમાજ નું વેકશીનેશનનો પ્રોગ્રામ રાખીશું.ત્યારે ૧ ઓક્ટોબર ના રોજ વોર્ડ નંબર ૫ મા ઈરફાન ભાઈ જાવીદ ભાઈ દ્વારા વેકસીન કેમ્પ રાખવામાં આવ્યો હતો.અને સાંજે મોહસીને આઝમ મિશન દ્વારા કસ્બાવડ ના રાઠોડ ફળીયા મા વેકસીનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો.અને સાથે નવાફળિયામા પણ મિશન દ્વારા વેકસીન કેમ્પ રાખ્યો હતો.હતું તેમાં મોટી સંખ્યામા વેકસીન લીધી હતી. જેમાં રાજપીપળાના ધર્મ ગુરુ શુભાનીબાપુએ પણ વેક્સીન લઈ દેશમાંથી કોરોના નાબૂદ થાય તેવો મેસેજ આપ્યો હતો. અશરફી બાપુ ઝેદ બાપુ રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર એક ના સભ્ય મંજૂરીઇલાહી(લાલુ) રાજપીપળા નગરપાલિકા ના વોર્ડ નંબર એક ના સભ્ય ઇસ્માલ ભાઈ મન્સૂરી મોહસીને આઝમ મિશન ના પ્રમુખ શાહનવાજ પઠાણ, સભ્ય ઈરફાન ભાઈ ખોખર,નિઝામ ભાઈ,પત્રકાર આરીફ ભાઈ કુરેશી,ઈરફાન ભાઈ આરબ, ઇલું ભાઈ બક્ષી, અને આદિવ ભાઈ વકીલ,યુસુફ ભાઈ સહારા વાળા,અને મુસ્લિમ અગ્રણીઓ,તમામ લોકો હાજર રહયા હતા.
ડો.સુમને જણાવ્યું હતું કે મોહસીને આઝમ મિશન દ્વારા આજે રાજપીપળા ના વિસ્તારો ના વિસ્તારોમાં વેક્સીનનો કેમ્પ રાખવામા આવ્યો હતો. જેમાં મુસ્લિમ સમાજના લોકોએ વેકસીન લીધી હતી. અને ખાસ કરી ને મુસ્લિમ અગ્રણી અને મોહસીને આઝમ મિશન ને અભિનંદન પાઠવ્યા હતા
મોહસીને આઝમ મિશન ના પ્રમુખે અને સામાજિક મુસ્લિમ અગ્રણી ઈરફાન ભાઈ આરબ અને ઇલું બક્ષીએ જણાવ્યું હતું કે આજે રાજપીપળા વિસ્તારોમાં વેકસીન નું કેમ્પ રાખવામાં આવ્યું હતું તેમાં લોકોએ મોટી માત્રામાં લોકો વેકસીન લીધી હતી અને ખાસ કરીને આરોગ્ય તંત્ર જે સાથ સહકાર આપ્યો તે બદલ આરોગ્ય તંત્ર નો પણ આભાર માન્યો હતો
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા