ઉબરે ક્લિન મોબિલિટી સોલ્યુશન્સને બળ આપવા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આઇક્રિએટ સાથે ભાગીદારી કરી

બિઝનેસ

 

ગુરુગ્રામ, 30 સપ્ટેમ્બર, 2021: દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે નવા વિચારોને સપોર્ટ કરવા ઉબર સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આઇક્રિએટ સાથે ભાગીદારી કરી રહ્યું છે.

 

 

 

સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોર્ટલ ઉપર યોજાનારા ગ્રીન મોબિલિટી ઇનોવેશન ચેલેન્જ વ્યક્તિઓ અથવા સ્ટાર્ટઅપ્સ પાસેથી સબમીશન આમંત્રિત કરે છે, જે ત્રણ ક્ષેત્રોમાં ઇનોવેશન ઉપર કેન્દ્રિત છેઃ ટુ અને થ્રી વ્હીલર્સ, ચાર્જીંગ સ્ટેશનની સુલભતા અને તેના ઉપયોગમાં સરળતા તેમજ ભારતમાં ઇવી અપટેકમાં સુધારો કરતી સંભવિત ભાગીદારી અથવા ફાઇનાન્સિયલ મોડલ.

 

 

 

ઉદ્યોગના પાંચ નિષ્ણાંતોની પેનલ દ્વારા પસંદ કરાયેલા 10 વિજેતાઓ ઉબરની ટેકનીકલ, એન્જિનિયરિંગ અને ગો-ટુ-માર્કેટ ટીમ તથા આઇક્રિએટ તરફથી બે મહિના માટે મેન્ટરશીપ મેળવશે. આ 10 વિજેતાઓમાંથી ટોચના પાંચ સ્ટાર્ટઅપ્સ વચ્ચે ઉબર રૂ. 75,00,000ની ગ્રાન્ટનું વિતરણ કરશે, જે બાદ આઇક્રિએટ દ્વારા છ મહિનાનું ઇન્ક્યુબેશન થશે. તે એક સ્વતંત્ર સેન્ટર છે અને તેનો ઉદ્દેશ્ય યુવા સ્ટાર્ટ-અપ્સને ટેક્નોલોજી અને સહયોગ પ્રદાન કરવાનો છે.

 

 

 

આ ચેલેન્જ અંગે પ્રતિક્રિયા આપતાં ઉબર ઇન્ડિયા સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ પ્રભજીત સિંઘે જણાવ્યું હતું કે, “ભારતમાં વિશ્વના કેટલાંક સૌથી પ્રદૂષિત શહેરો છે અને દેશના અગ્રણી મોબિલિટી પ્લેટફોર્મ તરીકે અમે ગ્રીન રિકવરીને વેગ આપવામાં અમારી ભૂમિકાને ગંભીરતાથી લઇએ છીએ. દેશની ઉભરતી ઇવી ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા માટે અમે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આઇક્રિએટ સાથે ઉબર ગ્રીન મોબિલિટી ઇનોવેશન ચેલેન્જ માટે ભાગીદારી કરી રહ્યાં છીએ, જેથી શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત થઇ શકે. ભારતના ઘણાં ઉદ્યોગસાહસિકોને હાલના સમયમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓના ઉકેલ માટે સપોર્ટ કરવા સક્ષમ બનવું ગર્વની વાત છે.”

 

 

ઇન્વેસ્ટ ઇન્ડિયાના એમડી અને સીઇઓ દિપક બાગ્લાએ જણાવ્યું હતું કે, “માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સ્ટાર્ટઅપ્સને અને ખાસ કરીને એસડીજી ટાર્ગેટને પહોંચી વળવા માટે ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રને સક્ષમ બનાવવા માટે કામ કરી રહ્યું છે. ભારતના વિકાસ માટે ઇનોવેશન ખૂબજ મહત્વપૂર્ણ છે અને આ પ્રકારની ચેલેન્જીસ દ્વારા અમે ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં યોગદાન આપી રહ્યાં છીએ.”

 

 

 

આઇક્રિએટના હેડ-બિઝનેસ રાજીવ બોસે જણાવ્યું હતું કે, “અમે ઉદ્યોગસાહસિકતાની વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનું વિઝન ધરાવીએ છીએ, જે ઇનોવેશન અને ટેક્નોલોજી આધારિત છે. ઉબર ઇન્ડિયા સાથે ભાગીદારી કરતાં અમે દેશભરમાં સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચીને આ વિઝનને વિશાળ સ્વરૂપ આપીશું. ભારતમાં ઇલેક્ટ્રિક વિહિકલ્સનું ભવિષ્ય આશાસ્પદ છે અ અમે દેશ માટે ભવિષ્યનું નિર્માણ કરવા માટે સહભાગી થતાં સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન આપવા માટે સજ્જ છીએ.”

 

 

 

ગત વર્ષે ઉબરે 800 મિલિયન યુએસ ડોલરના સ્રોતોની જાહેરાત કરી હતી, જેથી વર્ષ 2025 સુધીમાં હજારો ડ્રાઇવર્સને ઇવી તરફ વળવામાં મદદ કરી શકાય અને વર્ષ 2040માં વૈશ્વિક સ્તરે 100 ટકા ઉત્સર્જન-મુક્ત રાઇડ્સની જાહેરાત કરી હતી. ભારતમાં કંપની તેના પ્લેટફોર્મ ઉપર વિવિધ પ્રોડક્ટ્સમાં 5,500થી વધુ ઇવી વાહનો ધરાવે છે અને તાજેતરમાં દિલ્હી ભારતનું પ્રથમ શહેર બન્યું છે કે જ્યાં રાઇડર્સ તેમની ઉબર એપ ઉપર ઇ-રિક્ષા બુક કરી શકે છે. સ્માર્ટર મોબિલિટી પ્રદાન કરવા તથા હરિયાળા શહેરોના નિર્માણ પ્રત્યેની લાંબાગાળાની કટીબદ્ધતા સાથે ઉબરે મહિન્દ્રા અને સન મોબિલિટી એન્ડ લિથિયમ સાથે પણ ભાગીદારી કરી છે.

 

 

 

આ ચેલેન્જમાં તમે કેવી રીતે અરજી કરી શકો છોઃ

 

● આ લિંક દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઉપર રજીસ્ટર કરાવીને ચેલેન્જમાં ભાગ લઇ શકે છે.

 

 

TejGujarati