અમદાવાદ ખાતે શેલ્બી હોસ્પિટલ દ્વારા સ્પાઈન (કરોડરજ્જુ) સર્જરીમાં ગેમ ચેન્જર – “ડિજિટલ સ્પાઈન ઓઆર” લોન્ચ કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ ખાતે શેલ્બી હોસ્પિટલ દ્વારા સ્પાઈન (કરોડરજ્જુ) સર્જરીમાં ગેમ ચેન્જર – “ડિજિટલ સ્પાઈન ઓઆર” લોન્ચ કરવામાં આવ્યું.

ગુજરાત અને પડોશના રાજ્યોમાં સ્પાઈન (કરોડરજ્જુ)ની જટિલ સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે સારા સમાચાર છે. સ્પાઈનને લગતી બીમારી હોય તેવા દર્દીઓને તેને લગતી મુશ્કેલીઓનો સૌથી વધારે ભય હોય છે. સર્જરીઓને શક્ય એટલી સુરક્ષિત બનાવવા માટે હંમેશા અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતી શેલ્બી હોસ્પિટલે અમદાવાદમાં એસજી શેલ્બી હોસ્પિટલ ખાતે અત્યાધુનિક “ડિજિટલ સ્પાઈન ઓઆર”ની શરૂઆત કરી છે.તેનું ડિજિટલ ઓપરેશન રૂમ અત્યાધુનિક અલ્ટ્રા-મોડર્ન ટેક્નોલોજી,જેમ કે હાઈ-પ્રિસિઝન ઝેઈસ પેન્ટેરો 900 માઇક્રોસ્કોપ, ઇન્ટ્રા-ઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ અને સ્ટીલ્થ-સ્ટેશન ઇન્ટ્રા-ઓપરેટિવ નેવિગેશનથી સજ્જ છે.શેલ્બી હોસ્પિટલ ગુજરાતની એવી જૂજ હોસ્પિટલો પૈકી એક છે જે કોમ્પ્રિહેન્સિવ અને પ્રતિબદ્ધ ડિજિટલ સ્પાઈન ઓપરેશ રૂમ ધરાવે છે,જે અત્યાધુનિક ડિજિટલ ટેક્નોલોજીથી સજ્જ છે અને જેને એટલી જ અસરકારક ઇન-હાઉસ સર્જિકલ ટીમનો ટેકો છે. ડો.નીરજ બી વસાવડા શેલ્બી ખાતે સ્પાઈન ટીમનું નેતૃત્વ સંભાળે છે જેઓ દેશના શ્રેષ્ઠ સ્પાઈન સર્જનો પૈકી એક છે.તેઓ અત્યંત જટિલ સ્પાઈન સર્જરીમાં વિશાળ અનુભવ ધરાવે છે અને મિનિમલી ઇનવેઝિવ (ઓછામાં ઓછી કાપકૂપ કરવી પડે તેવી)સ્પાઈન સર્જરીમાં નિષ્ણાત છે.“ડિજિટલ સ્પાઈન ઓઆર”નો ઉમેરો તથા નિષ્ણાતોની ટીમ હોવી એ શેલ્બી હોસ્પિટલ્સ માટે ઉત્કૃષ્ટતાની સફરમાં એક મોટી સિદ્ધિ છે. અત્યંત સ્પેશિયલાઈઝ્ડ સ્પાઈન સર્જરી સાથે સંકળાયેલી જટિલતાઓ અને સંભવિત મુશ્કેલીઓ દૂર કરવા માટે “ડિજિટલ સ્પાઈન OR”થી ડો. નીરજ બી. વસાવડા દ્વારા સ્થાપિત અને અનુસરવામાં આવતા “સેફ સર્જરી પ્રોટોકોલ”નો દાયરો વિસ્તરશે.

ડો. નીરજ વસાવડા, સિનિયર સ્પાઈન સર્જન અને ડો. વિક્રમ શાહ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા આ બાબતે ખાસ માહિતી પત્રકારોને આપવામાં આવી હતી.

TejGujarati