જિલ્લા કોઝવે,રેલવે અંડર પાસમાં, નાળા પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક તૂટ્યો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદામાં ભારે વરસાદે રસ્તાઓ, નાળાની ભારે ખાના ખરાબી સર્જી

જિલ્લા કોઝવે,રેલવે અંડર પાસમાં, નાળા પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક તૂટ્યો

ફરી એકવાર વરસાદે આ વખતે પણ રસ્તા નાળાના તકલાદી કામોની પોલ ખોલી નાખી છે.

તંત્ર દ્વારા સમારકામ, રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરાઈ ત્રણ જે.સી.બી મશીનકામે લગાડયા

રાજપીપલા, તા 30

નર્મદા જિલ્લામાં તા.૨૯ મી સપ્ટેમ્બર ના રોજ ભારે વરસાદને પગલે ભારે ખાના ખરાબીસર્જાઈ છે.જેમાં રસ્તાઓ, નાળાઓ પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક વ્યવહાર કપાઈ ગયો હતો. દર વર્ષે રોડ રસ્તા નાળાના વિકાસના કરોડોના આયોજન થતાં હોવા છતાં નર્મદામાં ચોમાસા માં મોટા રસ્તાઓ, નાળાઓ તૂટી જવાને કારણે આમ જનતાને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. વરસાદે આ વખતે પણ રસ્તા નાળાના તકલાદી કામોની પોલ ખોલી નાખી છે.

જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ જિલ્લામાં નાંદોદ તાલુકાના જીતગઢ ગામ નજીક આવેલ કરજણ ડેમના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં ભારેથી અતિભારે થયેલા વરસાદના કારણે આજે તા.૨૯ મી સપ્ટેમ્બર ના રોજ સવારે કરજણ જળાશયમાંથી અંદાજિત કુલ-૧.૬૧ લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૯ ગેટ ૩ મીટર ઉચા ખોલીને ૧.૫૪ લાખ ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી છે. કરજણ બંધમાંથી છોડવામાં આવેલ આ પાણીના પ્રવાહના લીધે નિચવાસમાં કરજણ નદીના કાંઠાના રાજપીપલા શહેર સહિતના સંબંધિત ગામો ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમણાચાના લોકો / રહીશોને નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનને પણ દૂર રાખવા માટે સાવચેત કરવામાં આવ્યાં છે.
ભારે વરસાદને કારણે નાંદોદ તાલુકાના ગાગર, મોજી અને નામલગઢ ગામના બંધ થયેલા રસ્તાઓ વરસાદી પાણી ઓસરી જવાથી ઉક્ત રસ્તાઓ પુન: ચાલુ થયેલ છે. જ્યારે રામગઢથી રાજપીપલા બ્રિજના ધોવાણ થયેલા રસ્તા બાબતે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના તરફથી કોઇ અકસ્માત ન થાય તે માટે ત્યાં બેરીકેટીંગ કરવામાં આવેલ છે. અને વરસાદી પાણી ઓસર્યેથી દૂરસ્તી કાર્યવાહી સત્વરે હાથ ધરાશે, જેથી આ બ્રિજના રસ્તાના વિકલ્પરૂપે હાલમાં રામગઢ અને તેની આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારના લોકો-ગ્રામજનોલીમટવાડા-રાજપીપલા હાઇવે થઇને રાજપીપલા મુખ્ય મથકે અવર-જવર કરી શકશે.
તેવી જ રીતે, ગરૂડેશ્વર તાલુકાના ગભાણા ગામ તરફ જતો રેલવે અંડર પાસમાં તેમજ પંચલા ગામથી લીમખેતર ગામ તરફ જતો રસ્તો આવતા કોઝવે પર વરસાદી પાણીને લીધે અને તિલકવાડા તાલુકામાં રેલવે અંડર પાસમાં પાણી ભરાઇ જવાથી વાડિયાથી તિલકવાડા તરફ દાજીપુરાથી હિજરામોવડી તરફ તેમજ બોરીયાથી વરવાળા જવાના બંધ થયેલા ત્રણેય રસ્તાઓ પુન: ચાલુ કરવા માટે રેલવે વિભાગ ધ્વારા અંડર પાસમાંથી પાણીના નિકાલની કાર્યવાહી સત્વરે હાથ ધરાયેલ છે. જ્યારે પંચલા ગામથી લીમખેતર ગામ તરફ જતા રસ્તા ઉપર આવતો અને વરસાદી પાણીના હિસાબે બંધ થયેલ કોઝવે પુન: કાર્યરત થયેલ છે.
તદ્ઉપરાંત, દેડિયાપાડા તાલુકામાં ગઢ અને ફાટુક ફળીયા વચ્ચેના નાળાના એપ્રોચનું, ફુલસરથી બેબાર જવાના રસ્તા ઉપરના ત્રણ નાળાના એપ્રોચના ધોવાણથી બંધ થયેલા ઉક્ત રસ્તાઓ આજે બપોરે જ પુન: કાર્યરત થયેલ છે. માર્ગ મકાન વિભાગ ધ્વારા ત્રણ જે.સી.બી મશીન ધ્વારા તાત્કાલિક આ ત્રણેય નાળાઓની દૂરસ્તી કામગીરી પણ પૂર્ણ કરી દેવાઇ છે. તદ્ઉપરાંત, ડુમખલથી કણજી-વાંદરી, વાળા કોઝવે ઉપર ફરી વળેલું નદીના પાણીનો પ્રવાહ આગામી ૨૪ કલાકમાં ઘટ્યેથી તુરત જ આ રસ્તો વાહન વ્યવહાર માટે પુન: કાર્યરત બનશે. અને તુરત જ તેની દૂરસ્તી કાર્યવાહી હાથ ધરાશે. જ્યારે સાગબારા તાલુકાના પાટ ગામથી કેલ ગામને જોડતા કોઝવે ઉપરથી પાણી આવી જવાના કારણે બંધ થયેલો રસ્તો આગામી ૨૪ કલાકમાં વરસાદી પાણીનો પ્રવાહ ઘટ્યેથી અવર-જવર માટે પુન: કાર્યરત થશે.

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati