લેખક :-” *શુકુન* ” *જયેશ શ્રીમાળી પલિયડ* *દીકરી ઘરનો દીવો*

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

“ **દીકરી ઘરનો દીવો* * ”

મા: અરે કવશુ હાંભરો શો, હેંડો હેંડો જટ પેલી અમરતની છોડી ની જૉન આઈજી અહે હેંડોને અવે ઝટ કરો ચાં હૂંદી ઘરમાં ને ઘરમાં પુરય રેહો હેંડો હેંડો ઝટ..

પિતા: તે અમરતે ચઇ છોડીને લગન લીધાશ ?

માં: તે એતો પેલી આપડી કુમુદ ભેરી ભણશ ન ઇના લગન લીધાશ ચકુડીના.

પિતા: અલી એ છોડી ચકુડી તો અજુ બોવ ઝેણી નઇ ? એન તો અજુ તેર ચૌદ વરહ જ થ્યાંશ ઇન અતારથી ચમ પૈણાવશ આ અમરત ઇન કાંય ભાંન-બાંન પડશ ક નઇ,હારો ગાંડો થૈ જ્યોશ ક હુ.છોડીન ભણવવાની ઉંમરે લાગન કરવા બેઠોશ આ અમરતીયાની બુધ્ધિ બેટ મારી જૈશ એવું લાગશ.આતો બાળ વિ’વા કેવાય , કોઈ હરી-બરી કરીન પોલીસ ન ખબર પડ તો જેલ ના હળીયા ગણવા જવું પડ હો… ઇ પોલીસવાળા લગન જોવા વાળાનેય ન છોડતા હો ધાન રાખજે.સરકારના કાયદા આતર છોડીયો માટ બવ કડકશ.કોઈન છોડતી નૈ સરકાર.

માં: આવતા વરહ તો આપણી કમુદનાય લગન કરી દેવાશ માર તો.

પિતા: ગાંડી થૈ જૈ શ ક શુ !અજુ આપણી કમુદ તો ઝેણીશ.માર તો એ મોટી થાય તાંણ જ ઇના લગન કરવાનાશ.

મા: બેહો બેહો અવ શાના માંના. કાંઈ ખબર બબર પડશ ક નૈ આ જમાંનો ચેવોશ અતાર તો છોડીઓન 12 ,13 વરહે પૈણાય દેવાય,કાલ મોટી થ્યાં ચેડ કાંઈ આંઘુ પાછું થાય તો આપણું તો નાતમાં નાક કપાય અને ઝેર ખાવાનો વારો આવ ક આપણ બેય જણન જીબ કચડીન મરવાના વારા આવ,એટલ કવશું એવું કોઈ હમજ પડશ ક નૈ.બસ મારી છોડી મારી છોડી કરીન બવ લાડ લડાવશો નઈ તમન કઈ દઉં શું છોડીઓને બવ લાડ હારા નઈ.

હેંડો જટ અવ લપ મુકો મોડું થાયશ માર લગનમાં જવાનું.

પિતા: આવાં લગન જ્યાં તેલ લેવા,માર નઇ આવવું તું તારે જા.

મા: કમુદ તૈયાર થઇજી ક નઇ? હેડ જલ્દી તારી બેનપણીચકુડીની જૉન આઈ જીશ .

પિતા: કુમુદ ન નઇ લૈ જવાની હોભર્યું ? કમુદ આય આઇ બેટા આપડ નઇ જવું હો, મારી પાંહે બેહ આપણે બે જણાં વાતો કરહું.

કમુદ: હારું બાપુજી હું નઇ જતી,મા તું જા હું પછ આવું છું.

મા: આંમ ન આંમ તો છોડીન બગાડી નાશી,માર હું તાંણ, આવવું હોય તો હેંડ મું તો આ હેંડી…( મનમાં બોલતાં બોલતાં ઘરની બાર નીકળી જાયશ.જતાં જતાં બોલતી જાયશ) કમુદ આવતાં વરહે તારાય લગન કરવાનાશ હો.

પિતા: તને ચેટલીય વાર કીધું અલી હું લેવા આ મારી કુમળાંફુલ જેવી છોડીને અતારથી પૈણાય દેવાં ના તન ઓરતાં થાયશ.હું બગાડ્યુંશ મારી છોડી એ તારું તે ચારનીય મંડીશ પૈણાય દેવીશ,પૈણાય દેવીશ.તને હું નડશ મારી છોડી,ખબરાવુંશુ તો હું ખવારવુંશુ,તાર ચાંય જવું પડ હ કમાવા ? તે મંડીહ ચેટલાય દા’ડાથી!

મા: તે પૈણાય જ દેવી પડન અતાર જમાંનો ચા હારોશ,હઉં હઉં ના માળા માં ભરાય જાય એટલ આપણ શાંતિ.ને હારી છોડી હાહરે હોભે હો.

પિતા: કુમુદની માં, તન હો વાર કીધું દીકરી વાલ નો દરિયો કે’વાય એ ઘરમાં હોય તાં હુંદી ઘરમાં ખુશીઓ રેવાની,આનંદ-કિલ્લોલ રેવાનો પણ તન તો મારી છોડી ઝેર જેવી લાગશન તે બસ…માર મારી છોડીન પૈણાવાની નઈ.એ અઢાર વરહની થઇ જાય પહી જ એના લગન કરવાનશ ખબર પડશ ક નઈ કાંઈ તન.જા ઝટ અવ જૉન આયી જયી અહે જઈને હટ પાસા આઓ.દીકરી તો ઘરનો દીવો કેવાય કુમુદની મા, એ આપણી દીકરીશ ન તાં હુંદી આપણે ઉજળા છૈયે હમજી.દીકરી લખમીનો અવતાર કેવાય એક અસ્ત્રી થયન તું આવું વિચારશ જમાંનો બદલય જ્યો અવ.કુમુદન માર અજુ ભણાવવાનીશ,એ ભણી ગણી હમજણી થૈ જાય પહીં જ એના લગન કરવાનાશ.આજ પહીં કેતિ નઈ લગન-ફગનનું કઈ દીધું તન.

” *દીકરી હાપનો ભરો નૈ એ તો લાગણીઓનો ભંડારશ* “

*દીકરી તો અંધારા ઉલેચતો ઘરનો દીવોશ* “.

લેખક :-” *શુકુન* ” *જયેશ શ્રીમાળી પલિયડ*

TejGujarati