જીએલએસના કર્ણધાર સુધીર નાણાવટીનો ૭૫મો જન્મદિન ઉજવાયો.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

ગુજરાત લૉ સોસાયટીના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડેન્ટ સુધીર નાણાવટીનો આજે ૭૫મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જીએલએસની સ્થાપના સરદાર પટેલ, ગણેશ માવલંકર તથા કસ્તુરભાઈ લાલભાઈ ધ્વારા ૧૯૨૭માં થઇ હતી. ગુજરાત રાજ્યની પ્રથમ લૉ કોલેજ શરૂ કર્યા બાદ હાલમાં જીએલએસ યુનિવર્સિટીની સ્થાપના પણ થઇ છે. જીએલએસના કર્ણધારોના આદર્શ સિધ્ધાંતો તથા સમાજ સેવાની ભાવના સાથે શરૂ થયેલી સંસ્થાનું સુકાન આજે સુધીર નાણાવટી સંભાળી રહ્યાં છે. દર વર્ષે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થવુ, સ્કોલરશીપ આપવી, શિસ્ત તથા સંયમની સાથે સંસ્કારનું સિંચન થાય તેવી પ્રવૃત્તિઓ કરી શૈક્ષણીક વાતાવરણ ઉભુ થયુ છે. જીએલએસની પ્રગતીમાં સુધીર નાણાવટીનો સિંહફાળો છે. એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ સંજય વકીલે ૭૫માં જન્મદિન નિમિત્તે સુધીરભાઈ નાણાવટીને દિર્ધાયુ થવાની શુભેચ્છાઓ આપી હતી.

TejGujarati