આજે પહેલીવાર કરજણ ડેમમાંસૌથી વધારે એટલે કે 1,19,007ક્યુસેક પાણીની આવક નોંધાઇ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદામા 6 ઇંચ ધોધમાર વરસાદથી નર્મદાજિલ્લો પાણી પાણી
ભારે વરસાદને કારણે ડેમોની
સપાટીમાં પણ સતત વધારો થયો છે.

આજે પહેલીવાર કરજણ ડેમમાંસૌથી વધારે એટલે કે 1,19,007ક્યુસેક પાણીની આવક નોંધાઇ

સવારેડેમના તમામ 9 ગેટબાદ 4ગેટ ખોલવાની ફરજ પડી

પહેલીવાર કરજણ નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ

રાજપીપળા ખાતે કરજણ નદીનો પુલ અને ઓવારો અડધો ડૂબી જવા પામ્યો.

કરજણ નદીનું પાણી જોવા લોકટોળા ઉમટયા .

હાલ ત્યાં પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો

રાજપીપલા, તા 29

નર્મદામા 6 ઇંચ ધોધમાર વરસાદથી નર્મદાજિલ્લો પાણી પાણી થઈ ગયો છે. ગઈ કાલ આખી રાતથી એકધારો સતત વરસાદ વરસવાથી નર્મદા જિલ્લામાં જળબંબાકારની સર્જાઈ છે. નર્મદાના પાંચ તાલુકા પૈકી ત્રણ તાલુકાઓમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે બાકીના બે તાલુકામાં4ઇંચ વરસાદઅને સરેરાશ પાંચ ઈંચ વરસાદથી નર્મદા જિલ્લો પાણી પાણી થઇ ગયો છે.

વરસાદના સત્તાવાર આંકડા જોતા વધુ વરસાદ ગરુડેશ્વર તાલુકામાં 158મિમિ એટલે કે 6ઇંચ વરસાદ. જ્યારે ડેડીયાપાડા અને તિલકવાડા તાલુકામાં પણ 146 મીલીમીટર, ૬ ઇંચ વરસાદ પડયો છે.જ્યારે નાંદોદ તાલુકામાં ૧૦૦ મી.લી એટલે કે ચાર્જ 4 ઇંચ અને સાગ બારા તાલુકામાં ૯૦ મિલી મીટર, ચાર ઇંચ જેટલો વરસાદ પડયો છે.૨૪ કલાકમાં સમગ્ર નર્મદા જિલ્લામાં ૬૪૦ મી.મીટર એટલે કે 128 મીમી પાંચ ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો છે

ભારે વરસાદને કારણે ડેમોની
સપાટીમાં પણ સતત વધારો થયો છે. નર્મદા ડેમની સપાટી 125.52મીટર કરજણ ડેમની સપાટી 115.28 મીટર નોંધાઈ છે
સાગબારા અને ડેડીયાપાડા તાલુકાના ઉપરવાસમાં સતત ભારે વરસાદ થવાને કારણે કરજણ ડેમમાં ભારે પાણીની આવક થઈ છે. આજે પહેલીવાર કરજણ ડેમમાંસૌથી વધારે એટલે કે 1,19,007ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. આજે સવારેડેમના તમામ 9 ગેટ ખોલવાની ફરજ પડી હતી.
હાઇડ્રો પાવરમાં 350ક્યુસેક પાણી છોડતા દૈનિક 70હજાર યુનિટ વીજ ઉત્પાદન શરૂ કરી દેવાયુ છે.ત્યાર પરિસ્થિતિ કાબુમાં આવતા હાલ તેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા છે. માંથી 1,53,657 ક્યુસેક કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે પહેલીવાર કરજણ નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે. તેને કારણે રાજપીપળા ખાતે કરજણ નદીનો પુલ અને ઓવારો અડધો ડૂબી જવા પામ્યો છે. કરજણ નદીનું પાણી જોવા લોકટોળા ઉમટયા છે.એમાટે હાલ ત્યાં પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે. અને કરજણનો નવો પુલ અવર જ્વર બંધ કરી દેવામાં આવી છે.કરજણ કાંઠા ના છ ગામોને સાવધ કર્યા છે
કરજણ ડેમ અત્યારે 99.72%ભરાઈ ગયો છે હાલ ડેમ ને યલો એલર્ટ પર મુકવામાં આવ્યો છે. ડેમ સત્તાવાળાઓડેમની સપાટી પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે.

તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati