જૈન પ્રવચન ?️ *મૃગાપુત્ર મુનિ*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આવેલા ઓગણીસમાં અધ્યયનમાં મૃગાપુત્રના ઉત્તમ વૈરાગ્ય બળની કથા આવે છે. *સુગ્રીવ નગરના મહારાજાધિરાજ બળભદ્ર રાજાની પટ્ટરાણી મૃગાવતી દેવીના પુત્ર…., માતાના નામથી ઓળખાતા હોવાથી મૃગાપુત્રના… નામથી પ્રસિદ્ધ છે.* મોટા થયા, રાજાને યોગ્ય બન્યા. સુંદર રાજકન્યાઓ પરણીને મનુષ્ય ભવમાં પણ દેવલોક જેવા સુખો ભોગવે છે.

એક દિવસ મહેલની બારીમાં બેસીને બજારમાં જોતાં હતા ત્યારે રસ્તે ચાલતા તપસ્વી સંયમધર મુનિવરને જોયા. મુનિના દર્શનથી તેમને પોતાનો પૂર્વ ભવ યાદ આવ્યો. પૂર્વભવમાં પોતે ચારિત્રનું પાલન કર્યું છે. એ સંભારતા જ ચારિત્ર લેવાની ભાવના જાગે છે.વૈરાગ્ય પ્રબળ થાય છે. માતા-પિતા પાસે આવી સંયમની આજ્ઞા માગે છે.

માતા તેમને સંસારના સુખના પ્રલોભન તથા સાધુપણાના કષ્ટ વિશેની ઘણી ઘણી વાતો કરે છે. પણ, મૃગાપુત્રનો વૈરાગ્ય બળવાન છે. ચારે ગતિના મહા દુઃખો એમની સામે નજરે તરવરે છે. *સંસારના સર્વ સુખ ના સાધનો એમને સર્પના ભયંકર વિષ કરતાં પણ ભયંકર લાગે છે.*

સંસારના સુખમાં એમને જરાય મન ચોંટતું નથી. મોક્ષની રુચિ તીવ્ર પણે હૈયામાં જાગી છે. સંસાર તરફથી દ્રષ્ટિ ફરીને સંયમમાં જ ચિત્ત ચોટ્યું છે. માતા-પિતાના સંસાર સંબંધી વિચારો સામે પોતાના વૈરાગ્ય વિચારો મક્કમપણે વિનયપૂર્વક જાહેર કરે છે.

માતા-પિતા વિગેરે તેમને *”મહાન વૈરાગી”* જાણીને આશીર્વાદપૂર્વક ચારિત્રની આજ્ઞા આપે છે. મૃગાપુત્ર ઉલ્લાસપૂર્વક સંયમ… ગ્રહણ કરે છે. ચડતા સંવેગે… સંયમ પાળે છે. પરિષહો, ઉપસર્ગો પ્રસન્નતાપૂર્વક સહન કરે છે. *”છેવટે અનશન કરી, કર્મ ખપાવી સિદ્ધિપદ અજરામર પદ પામે છે.”* ?

✍️ *પૂ. આ. શ્રી વિજયમાનતુંગસૂરિ સાહિત્યસંગ્રહને આધારે*

સંકલન:-મીતા શાહ
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
WhatsApp-8898336677

TejGujarati