કેન્દ્રીય મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલિ અર્પવાની સાથે વ્યક્ત કર્યો ધન્યતાનો ભાવ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કેન્દ્રીય મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલિ અર્પવાની સાથે વ્યક્ત કર્યો ધન્યતાનો ભાવ કેન્દ્રીય મંત્રી રાણેની સાથે કોઇર બોર્ડના અધ્યક્ષ ડી. કુપ્પુરામુ, સચિવ એમ. કુમાર રાજા ઉપરાંત બોર્ડના સભ્યો પણ મુલાકાતમાં જોડાયાં રાજપીપલા,તા.28

કેન્દ્રીય મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલિ અર્પવાની સાથે ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ રાણેએ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. રાણે સાથે કોઇર બોર્ડના અધ્યક્ષ ડી. કુપ્પુરામુ, સચિવ એમ. કુમાર રાજા તેમજ બોર્ડના સભ્યો પણ મંત્રીની સાથે આ મુલાકાતમાં જોડાયાં હતાં. આ મુકાત દરમિયાન નાયબ કલેક્ટર નિલેશ દુબેએ અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે મંત્રી રાણેને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની ટેકનીકલ વિગતોથી વાકેફ કરી જરૂરી જાણકારી પુરી પાડી હતી.


આ પ્રસંગે નાયબ કલેક્ટર નિલેશ દુબેએ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને SOUADATGA તરફથી સ્મૃતિ ચિન્હ રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરી હતી.
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું એક ખુબજ દૂરંદેશી થી નિર્માણ પામેલું અને સ્થાપત્યની દ્રષ્ટિએ અજોડ સ્મારક છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્ટિથી તે આકાર પામ્યું છે. ભારતમાં ( કેવડિયા ગુજરાત) આ વિશ્વની સહુથી મોટી પ્રતિમા છે અને આપણા માટે ગર્વની વાત છે. જેમના લીધે આ અજોડ પ્રતિમા સાકાર થઈ એ સમગ્ર ટીમને અભિનંદન આપું છું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જાળવણી અને તેને નવી ઉંચાઈઓ સુધી લઈ જતા વિકાસ માટે પ્રયત્નશીલ સહુનો આભાર માનું છું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ કેન્દ્રીય મંત્રી રાણેએ કેવડીયા કોલોની ખાતે યોજાયેલી કોઇર બોર્ડની બેઠકમાં પણ ભાગ લીધો હતો.
મંત્રી શ્રી રાણેએ આજે પ્રધાનમંત્રીની પરિકલ્પના ઇ-વેહિકલ સિટીને વધાવતા ઇ-કારમાં કેવડીયાની સફર કરી હતી.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati