ગુજરાત પ્રદેશ ટીમે ખેડૂત વિરોધી 3 કાળા કાયદા પાછા ન લેવા બદલ પૂતળું સળગાવીને કર્યો વિરોધ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ

અખિલ ભારતીય પરિવાર પાર્ટીની ગુજરાત પ્રદેશ ટીમે ખેડૂત વિરોધી 3 કાળા કાયદા પાછા લેવા બદલ પૂતળું સળગાવીને કર્યો વિરોધ

27 સપ્ટેમ્બરના રોજ ખેડૂતો દ્વારા ભારત બંધના સમર્થનમાં અમદાવાદ ખાતે અખિલ ભારતીય પરિવાર પાર્ટીના રાષ્ટ્રીય સચિવ નિતેશ ગંગારામાણી ભારતીય અને પ્રદેશ પ્રમુખ હરેશ રાવલ ભારતીય દ્વારા સાંજે અમદાવાદમાં પાલડી ચાર રસ્તા પાસે દેશના ખેડૂતો અને ભારત બંધના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું.

આ પ્રદર્શનમાં ચંદ્રેશ પરમાર ભારતીય, ભાગ્યેશ પ્રજાપતિ ભારતીય, રાજેશ્વર બ્રહ્મભટ્ટ ભારતીય, મનોહર સંધુ ભારતીય, ડોલાભાઈ ખાગડા ભારતીય, સંજય ઠક્કર ભારતીયએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિતેશ ભારતીયે જણાવ્યું કે છેલ્લા 10 મહિનાથી ખેડૂતો મોદી સરકાર સાથે પોતાના હકોની લડાઈ લડી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર આંખ આડા કાનની નીતિ અપનાવી રહી છે

તેમણે ઉમેર્યુ હતું કે અખિલ ભારતીય પરિવાર પાર્ટી ખેડૂતોના સમર્થનમાં પૂરા દિલો-જાનથી ઊભી છે, જ્યાં સુધી કાળા કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં.

TejGujarati