ચાર ભાષાંમા પ્રવાસીઓને ગાઈડ કરતાં વિવિઆઈપીઓનો હોટ ફેવરિટ ગાઈડ મયુરસિંહ રાઉલને ટુરીઝમ એકસેલન્સ એવોર્ડ -૨૦૨૧ એનાયત.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ચાર ભાષાંમા પ્રવાસીઓને ગાઈડ કરતાં વિવિઆઈપીઓનો હોટ ફેવરિટ ગાઈડ મયુરસિંહ રાઉલને ટુરીઝમ એકસેલન્સ એવોર્ડ -૨૦૨૧ એનાયત.

બેસ્ટ ટુર ગાઇડ ઓફ ગુજરાત કેટેગરીમાં મેળવ્યો એવોર્ડ.

ગુજરાત ટુરીઝમ નાં વહીવટી સંચાલક જેનુ દેવનનાં હસ્તે એવોર્ડ એનાયત.

ગુજરાતી, હિન્દી,સંસ્કૃત,અંગ્રેજીમાં
એક સાથે અનેક ભાષામાં આવનાર પ્રવાસીને તેઓ સમજાવી શકનાર રાજપીપલા
મયુરસિંહ

રાજપીપલા, તા 28

ગાઈડ એટલે તળ ગુજરાતીમાં ભોમિયો.પ્રવાસ ધામ ઐતિહાસિક,ધાર્મિક, પ્રાકૃતિક કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સમાન ટેકનોલોજીની કરામત જેવું હોય,ગાઈડ કે ભોમિયો પ્રવાસમાં પ્રાણ પૂરે છે. જો પ્રવાસી મહેમાન છે તો ગાઈડ પ્રવાસધામ નો યજમાન છે જે અતિથિ સત્કારની સાથે પ્રવાસને જ્ઞાન સમૃદ્ધ અને યાદગાર બનાવે છે.આવાજ સ્ટેચ્યુ ઑફ યુનિટીના પ્રવાસીઓને એકી સાથે ચાર ભાષાંમા ગાઈડ લાઈન કરતાં
વિવિઆઈપીઓનો હોટ ફેવરિટ ગાઈડ મયુરસિંહ રાઉલનેટુરીઝમ એકસેલન્સ એવોર્ડ -૨૦૨૧ એનાયતથયો છે

વિશ્વની ૭ અજાયબીઓમાં જેને સ્થાન મળ્યું છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વના પ્રવાસીઓનુ હોટ ફેવરિટ ડેસ્ટીનેશન બની ગયું છે.જેમાં રેડિયો જોકી સ્થાનિક આદિવાસીઓની કમાલ બાદ હવે બેસ્ટ ગાઈડ તરીકે રાજપીપલાના મયુરસિંહ રાઉલનુ નામ ભારે ચર્ચામાં છે.
એકી સાથે ચાર ચાર ભાષાંમા પ્રવાસીઓને ગાઈડ કરતાં વિવિઆઈપીઓનો હોટ ફેવરિટ ગાઈડબનેલા મયુરસિંહ રાઉલને ટુરીઝમ એકસેલન્સ એવોર્ડ -૨૦૨૧ એનાયતથયો છે.ગુજરાત ટુરીઝમ દ્વારા આયોજીત ટુરીઝમ એકસેલન્સ એવોર્ડ -૨૦૨૧ અંતર્ગત બેસ્ટ ટુર ગાઇડ ઓફ ગુજરાત કેટેગરીમાં આ એવોર્ડ મળ્યો છે.ગુજરાત ટુરીઝમ નાં વહીવટી સંચાલક જેનુ દેવનનાં હસ્તે એવોર્ડ એનાયત થયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ મયુરસિંહ રાઉલ રનર્સ અપ રહ્યા હતા. ગાંધીનગરમાં 25/09/2021એ યોજાયેલા કાર્યક્રમમાં મયુરસિંહને ગુજરાત ટુરીઝમનાં વહીવટી સંચાલક જેનુ દેવનનાં હસ્તે એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરાતા મયુરસિંહ રાઉલને ટુરીઝમ એકસેલન્સ એવોર્ડ -૨૦૨૧ એનાયત કરવામાં આવતા SOUADTGAનાં મુખ્ય કારોબારી અધિકારી રવિ શંકર સહિત અધિકારીઓએ એવોર્ડ વિજેતા મયુરસિંહને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાથી ગાઇડમિત્રોએ પણ મયુરસિંહ રાઉલને અભિનંદન પાઠવ્યા હતા

મયુરસિંહ દ્વારા પ્રવાસીઓના પ્રવાસમાં વાણીની મીઠાશ,
વર્તનના સૌજન્ય,
રસપ્રદ માહિતી સાથે
સહજ રમુજી સ્વભાવથી પ્રવાસીઓ હોટ ફેવરિટ બનેલા
મયુરસિંહ આ બધા ગુણોનો સમાવેશ ગુજરાતના બેસ્ટ ટૂર ગાઈડમાં થયો છે.

ક્લાસિક હિન્દી ચલચિત્ર ગાઇડમાં સદાબહાર દેવાનંદે ગાઈડ કે ભોમિયા ની ભૂમિકાને અમર બનાવી છે.એ જ રીતે કેવડિયા કોલોની અને હવે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રવાસને અને ખાસ કરીને અતિ વિશિષ્ઠ મહાનુભાવોના પ્રવાસને અહીંના સદાબહાર રાજુ ગાઈડ જેવા મયુરસિંહ રાઉલ આનંદપ્રદ અને યાદગાર બનાવે છે.
મયુરસિંહ રાજપીપળાના સ્થાનિક વતની છે એટલે અહીંના ઇતિહાસ અને ભૂગોળ થી વાકેફ છે.સંપૂર્ણ શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં મેળવ્યું છે છતાં,માત્ર અંગ્રેજી નહિ ગુજરાતી,હિન્દી અને સંસ્કૃતમાં પ્રવાસીઓને અથ થી ઇતિ સુધીની માહિતી જીભના ટેરવે આપી શકે છે. મરાઠી એમના માતાની ભાષા છે એટલે કામચલાઉ મરાઠીમાં સમજણ આપવાની પણ તેમને ફાવટ છે.અને કુશળ ગાઈડ માટે એ અનિવાર્ય છે કે તે એક કરતાં વધુ ભાષાઓમાં પ્રવાસીઓને સ્થળની જાણકારી આપી શકે અને મયુરસિંહ આ કસોટીમાં ખરા ઉતરે છે.
અને એટલે જ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા ટુરિઝમ એકસેલન્સ એવોર્ડ ૨૦૨૧ માં એમને બેસ્ટ ટૂર ગાઈડ ઓફ ગુજરાતની શ્રેણીમાં રનર્સ અપ એટલે કે ઉપવિજેતા નો એવોર્ડ આપવામાં આવ્યો છે.ગુજરાત પ્રવાસન નિગમના વહીવટી સંચાલક જેનું દેવને એમને આ એવોર્ડ પ્રદાન કર્યો હતો.
કેવડિયા નું મુખ્ય આકર્ષણ વ્યક્તિત્વની દૃષ્ટિએ અતિ વિરાટ સરદાર સાહેબની મહા પ્રતિમા અને ગુજરાતનો મહા બંધ નર્મદા બંધ છે.તેની સાથે આ સ્થળને સંપૂર્ણ પ્રવાસ ધામ બનાવતા ૩૬ પ્રોજેક્ટ્સ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ટેકનોલોજીની કરામત છે તો તેની સાથે કુદરતી વિવિધતા, આરોગ્યમયતા, સામાજિક ઉત્કર્ષ પ્રેરક અનેક આકર્ષણ આ સ્થળને યાદગાર દર્શનીયતા આપે છે.
મયુરસિંહની વિશેષતા એ છે તેઓ સ્ટેચ્યુના અણુએ અણુ ની ઝીણવટભરી જાણકારી ધરાવે છે તો નર્મદા બંધની અનોખી ખાસિયતો તેમની જીભના ટેરવે છે.
અહીં બે પ્રકારના ગાઈડ હોય છે.એક ગાઈડ તમામ સ્થળો અંગે જરૂરી પ્રાથમિક માહિતી થી સુસજ્જ હોય છે,તો બીજા સ્થળ વિશેષ ના નિષ્ણાત ગાઈડ હોય છે.તેઓ પ્રથમ શ્રેણીના ગાઈડ છે એટલે દરેક સ્થળની,દરેક પ્રોજેક્ટની પ્રાથમિક જાણકારી ધરાવે છે.
તેમનો સહજ રમુજી સ્વભાવ પ્રવાસીઓની મુલાકાતને આનંદથી ભરી દે છે.તેઓ સ્ટેચ્યુના પ્રદર્શન વિભાગમાં જેટલી ગહનતા થી સરદાર સાહેબને પ્રેરક જીવન પર પ્રકાશ પાડે છે એટલી જ સહજતા થી પ્રતિમાના ચરણ સ્થળની મોકળી જગ્યાએ રમૂજો થી મુલાકાતીઓને આનંદિત કરી શકે છે.
તેની સાથે તેમના વિનય,વિવેક અને સૌજન્યશીલતા પ્રવાસીઓને પ્રભાવિત કર્યા વગર નથી રહેતા.
એટલે જ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ જેવા ટોચના કેન્દ્રીય મંત્રીઓ,અન્ય રાજ્યોના મંત્રીઓ અને પ્રતિનિધિ મંડળો,વિદેશી રાજદૂતો,રાજદ્વારીઓ અને પ્રતિનિધિ મંડળો સાથે ગાઈડ તરીકે તેમની પસંદગી કરવામાં આવે છે.
અને મોબાઈલ ક્રેઝી યુવા સમુદાયમાં તેમની એક ખાસિયત વિશેષ લોકપ્રિય છે.જો કે હવે નાના મોટા સહુને પ્રવાસન સ્થળે સેલ્ફી લેવાનો ભારે શોખ છે. મયુરસિંહ સ્ટેચ્યુ ના બેસ્ટ સેલ્ફી પોઈન્ટ્સ ની ઊંડી જાણકારી ધરાવે છે.એટલે સેલ્ફી દ્વારા પ્રવાસીઓના પ્રવાસને યાદગાર બનાવવામાં તેઓ યોગદાન આપે છે.
કવિવર ઉમાશંકરે ભોમિયા વિના ડુંગરા ભમવાની હિમાયત કરી છે.પરંતુ ભોમિયા સાથે ડુંગરા ભમવાની કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રવાસધામ ની મુલાકાત લેવાની લહેજત કંઇક અનેરી હોય છે.મયુરસિંહ જેવા ભોમિયા પ્રવાસને યાદગાર અને લહેજતદાર બનાવે છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati