વાડ જ જ્યારે ચિભડા ગળે ત્યારે કોનો વિશ્વાસ કરવો.- જયેશ શ્રીમાળી પલિયડ મોડેલ સ્કૂલ. સાણંદ.*

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

એક ગામ હતું એમાં એક નિષ્ઠાવાન અને મહેનતુ ખેડૂત રહેતો હતો.તે પોતાના ખેતરમાં સિઝન પ્રમાણે જુદા જુદા ખાઉં ફળોની ખેતી કરતો હતો.એક વખત તેણે પોતાના ખેતરમાં ચિભડાની ખેતી કરી હતી, ખૂબ જ મહેનત પૂર્વક ચિભડાની ખેતી કરી અને ચિભડાનો પાક ખૂબ સારો થયો પરંતુ *તેના ખેતરની ફરતે વાડ નહોતી એટલે આજુ બાજુ માં રખડતા હારયા ઢોર તેના ચિભડાનો પાક ખાઈ જાતાં* એટલે તેને એક દિવસ વિચાર આવ્યો કે,”લાવ ને ચિભડાના ખેતરની ફરતે વાડ કરી દઉં તો *ચિભડાને રક્ષણ મળી રહે એટલે તેને ખેતરની ફરતે વાડ કરી દીધી* ,ત્યારબાદ રોજ આવી ને ચિભડા ઉતારે તો ક્યાંક ને ક્યાંક ઓછાં જ ઉતરતા એટલે એને મન માં થયું કે કદાચ કોઈ ચોરી જતું હશે એમ સમજી એક આખો દિવસ સંતાઈને જુએ છે તો જોતાની સાથે એની આંખો પહોળી થઇ ગયી,
ખેડૂતે શુ જોયું કે એ ને વિશ્વાસ પણ ન થયો.??
*હા એને જે જોયું એ સાચું હતું કે જેના રક્ષણ માટે વાડ કરી એ વાડ જ ચિભડા ગળવા લાગી હતી.*

સમાજ અને દુનિયામાં આવી *રક્ષણ ના બહાના વાળી ઘણી વિશ્વાસરૂપી વાડો તોડી, સંબંધ રૂપી ચિભડા ને પોતાના સ્વાર્થ માત્ર માટે ગળી જતા જરાય આચકાતા નથી અને વાડ અને ખેતરનો સબંધ ભૂલવાની વૃત્તિ ધરાવતા લોકો જોવા મળે છે.*

તો સાબદા રહો *કોઈની પર વિશ્વાસ કરી જવાબદારી પુરી કરશે એવું વિચારવું ક્યારેક ભૂલ ભરેલું સાબિત થાય છે.આવા લોકો જે માત્ર ચિભડા રૂપી પોતાનો સ્વાર્થ જોતા વિશ્વાસરૂપી વાડ તોડતા જરાય અચકાતા નથી*

*સંકલિત*
*જયેશ શ્રીમાળી પલિયડ*
*મોડેલ સ્કૂલ સાણંદ*

TejGujarati