બેટી બચાઓ, બેટી પઢાઓ નું સૂત્ર સાર્થક થશે. ગુજરાતી ફિલ્મ ” બેટી ક્યારેય બોજ હોતી નથી” નું સ્ક્રીનિંગ યોજાયો

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

પીવીઆર ખાતે મહિલા પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા.

છેલ્લા કેટલાય વખતથી ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાવો નું અભિયાન ચલાવી રહી છે અને જેનું હકારાત્મક પરિણામ પણ જોવા મળી રહ્યો છે .આજે કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં મહિલાઓ નું યોગદાન ન હોય. સરકારના સક્રિય પ્રયાસોના કારણે શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટ્યો છે. શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પુત્ર જ જોઈએ તેવી માનસિકતામાં પણ બદલાવ થઈ રહ્યો છે.

સમાજ મા થતા આ બદલાવ ધ્યાનમાં રાખીને
દ્વારિકા એન્ટરટેઈનમેન્ટસ પ્રોડ્યુસર અને મેસમોશન પિક્ચર્સ દ્વારા ગુજરાતી ફિલ્મ રજૂ કરવા જઈ રહ્યું છે જેનું નામ “બેટી ક્યારેય બોજ હોતી નથી”. આ ફિલ્મનો પણ એ જ મુખ્ય હેતુ છે કે “બેટી બચાવો બેટી પઢાવો” ને વધુ પ્રોત્સાહન મળે. દીકરાની જેમ જ દીકરી ને પરિવાર અને સમાજમાં સન્માન મળે તે તમામ પાસાઓને ફિલ્મ આવરી લેવાયા છે.

આ ગુજરાતી ફિલ્મનું સ્ક્રીનિંગ અમદાવાદ ખાતે પિવીઆર સિનેમા માં રાખવામાં આવ્યું હતું.ફિલ્મના અભિનેતા ,અભિનેત્રી સહિત મહિલા પોલીસ અધિકારીઓ સ્ક્રીનિંગ માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રી નિધિ શેઠ મેહરા, વિમ્મી ભટ્ટ, સોનાલી દેસાઈ, ધર્મેશ વ્યાસ, હિતેશ ઠક્કર, મેહુલ, ભવ્યા સિરોહી હાજર રહ્યા હતા.

TejGujarati