મેગ્નેટ મીડિયાએ આગામી ફિલ્મ ધુમ્મસના લવ સોંગને રીલિઝ કર્યું, ઝી મ્યુઝિક ઉપર ફિલ્મનું મ્યુઝિક લોંચ

મનોરંજન

 

 

અમદાવાદ, 23 સપ્ટેમ્બર, 2021 – અગ્રણી ફીચર ફિલ્મ્સ, એડ ફિલ્મ્સ અને કોર્પોરેટ ફિલ્મ્સ મેકર મેગ્નેટ મીડિયાએ વિવેક શાહ પ્રોડક્શનના સહયોગથી આજે તેની આગામી ફિલ્મ ધુમ્મસના સોંગ – તુ સાથ મારી, હું સાથ તારી લોંચ કર્યું છે. ફિલ્મની અભિનેત્રી કિંજલ રાજપ્રિયના જન્મદિવસ નિમિત્તે લોંચ થયેલાં આ લવ સોંગને જાણીતા સિંગર જિગરદાન ગઢવી અને ઐશ્વર્યા મજુમદારે અવાજ આપ્યો છે, મ્યુઝિક આકાશ શાહે આપ્યું છે અને તેને ઉજ્જવલ દવેએ લખ્યું છે. ફિલ્મનું મ્યુઝિક ઝી મ્યુઝિક ઉપર લોંચ થઇ રહ્યું છે.

આ પ્રસંગે મેગ્નેટ મીડિયાના સ્થાપક ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, અમારી આગામી ફિલ્મ ધુમ્મસના સોંગને લોંચ કરતા અમે ખુશી અનુભવી રહ્યાં છી. એક કંપની તરીકે અમારી કામગીરીમાં રચનાત્મકતા અને દર્શકોના અનુભવમાં અભિવૃદ્ધિ હંમેશાથી કેન્દ્રસ્થાને રહ્યું છે. ગુજરાતમાં સુઆયોજિત પ્રકારે બ્રાન્ડિંગની સાથે-સાથે ફિલ્મના માર્કેટિંગ, ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરનાર અમે પ્રથમ કંપની છીએ. અમારી વન-સ્ટોપ-સોલ્યુશન કંપની હાલમાં પ્રોડક્શનની સાથે-સાથે અન્ય સાત ફિલ્મો ઉપર કામ કરી રહ્યું છે તેમજ પોસ્ટ પ્રોડક્શન બાદ પણ અમે ઘણી ફિલ્મોને ઇન-ફિલ્મ બ્રાન્ડિંગ અને માર્કેટિંગ સપોર્ટ પ્રદાન કરી રહ્યાં છીએ.

ફિલ્મના ડાયરેક્ટર કર્તવ્ય શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના જાણીતા ગાયક, મ્યુઝિક ડાયરેક્ટર અને ઉજ્જવલ દવે દ્વારા લિખિત લવ સોંગને આજે રીલિઝ કરતાં અમે ઉત્સાહિત છીએ. મને વિશ્વાસ છે કે દર્શકો આ સોંગને ખૂબજ પસંદ કરશે.

 

ગુજરાતના ફિલ્મ ઉદ્યોગ માટે કંપનીની કામગીરી અંગે વાત કરતાં મેગ્નેટ મીડિયાના સહ-સ્થાપક કેયુર શાહે જણાવ્યું હતું કે, અર્બન ગુજરાતી ફિલ્મોનો વિદેશોમાં ચાહક વર્ગ ખુબજ મોટો છે ત્યારે આ ફિલ્મોની વિદેશોમા રિલિઝ પહેલાં અમે તેમને મજબૂત ઓવરસીઝ પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. હાલના સમયમાં અમે 16 દેશોમાં નેટવર્ક ધરાવીએ છીએ તથા વિદેશોમાં શુટિંગ કરવા ઇચ્છુક પ્રોડક્શન હાઉસને કેનેડા, પોર્ટુગલ અને યુએસએમાં ઉત્કૃષ્ટ લોકેશન્સ પણ ઓફર કરીએ છીએ.

 

ફિલ્મ ધુમ્મસના મુખ્ય કલાકારોમાં જયેશ મોરે, કિંજલ રાજપ્રિય ,ઓજસ રાવલ, ચેતન દૈયા, આકાશ ઝાલા, ભાર્ગવ ત્રિવેદી, કિનલ ત્રિવેદી સામેલ છે. ડીઓપી શ્રીકુમાર નાયર છે અને ટીમને આ ફિલ્મનું શુટિંગ પૂર્ણ થઇ ગયું છે અને હવે તે રીલિઝ માટે સજ્જ છે.

મહત્વપૂર્ણ છે કે મેગ્નેટ મીડિયા હંમેશાથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓ, તકનીકી નિપૂણતા અને સલાહ દ્વારા ફીચર ફિલ્મ્સ, એડ ફિલ્મ્સ અને કોર્પોરેટ ફિલ્મ્સ માટે સ્ટ્રેટેજી અને કોન્સેપ્ટ ડિઝાઇન કરે છે. વધુમાં કંપની ફિલ્મના પ્રમોશનમાં પણ સક્રિયપણે કાર્યરત છે.

TejGujarati