નરેન્દ્ર મોદીના બાળપણની અજાણી વાતો પર “એક નયા સવેરા” ફિલ્મ સબ્બિર કુરેશી દ્વારા બનાવવામાં આવી

મનોરંજન

 

 

દેશના વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી આ નામ જ કાફી છે ત્યારે તેમના પર કોઈ ફિલ્મ બને તો. પરંતુ આ શક્ય બન્યું છે. આપણે સૌ કોઈ તેમના વર્તમાનથી તો પરિચિત છીએ પરંતુ તેમના બાળપણ વિશે ઘણી એવી વાતો છે જેના વિશે આપણે સૌ અજાણ છીએ, ત્યારે તેમના જીવન સાથે જોડાયેલી બાળપણની વાતો “એક નયા સવેરા” ફિલ્મમાં આપણને જોવા મળશે. આ ફિલ્મના રાઇટર અને ડિરેકટર સબ્બિર કુરેશી છે. જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રેરાઈને આ ફિલ્મ બનાવી છે.

 

 

આ ફિલ્મના રાઈટર અને ડિરેકટર સબ્બિર કુરેશીએ તેમના બાળપણ વિશે ઘણું જાણ્યું અને અભ્યાસ કર્યો હતો, શ્રી નરેન્દ્ર મોદીના બાળપણના જીવનકાળ દરમિયાનની વાતોને બારીકાઈથી આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. ફિલ્મ મોડલ ક્રાફટ એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે, કાસ્ટીંગ તરીકે શિકંદર ખાન, ચાઇલ્ડ મોદીજીનો રોલ પ્લે કરનાર રુદ્ર રામેટેકર તથા મોદીજીની માંનો રોલ પ્લે કરનાર કીન્નલ નાયક તથા મોદીજીની સિસ્ટરનો રોલ પ્લે કરનાર ગુંજન રામટેકર તથા મોદીજીની ટીચરનો રોલ નાજીર અજમેરીએ પ્લે કર્યો છે તથા કેરેક્ટર તરીકે મેઘા રાઠોર દ્વારા કામ કરવામાં આવ્યું છે. ડબિંગ એન્ડ બેકગ્રાઉન્ડ આરોહી સ્ટુડિયો દ્વારા આપવામાં આવ્યું છે, ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી તરીકે ગૌરવ શર્મા અને પ્રેમ નિગુ છે.

 

 

શ્રી નરેન્દ્ર મોદીને 71 વર્ષ પૂર્ણ થઈ ચૂકયા છે ત્યારે આ શુભ પ્રસંગે આગામી સમયમાં તેમના પર બની ગયેલી ફિલ્મ સબ્બિર કુરેશી દ્વારા બનાવવામાં આવી છે જે ટુંક જ સમયમાં શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આશીર્વાદથી રિલીઝ કરવામાં આવશે. જેમાં શ્રી નરેન્દ્ર મોદીના બાળપણ સાથે જોડાયેલી 12 જેટલી મહત્વની વાતો કિસ્સા રૂપે અલગ-અલગ પડાવમાં ફિલ્માવવામાં આવી છે. આજ સુધી કોઈએ પણ તેમના બાળપણની વાતોને બારીકાઈથી સાંભળી કે જોઈ નથી પરંતુ આ ફિલ્મમાં તમને એ જોવા મળશે.

TejGujarati