મહે. પોલીસ મહાનિરીક્ષક શ્રી વી.ચંદ્રશેખર સાહેબ તેમજ મહે જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીના રાઠવા ધોળકા વિભાગ નાઓએ જીલ્લામા કોઇ પણ જગ્યાએ ગેરકાયદેસર રીતે હથિયારોની હેરાફેરી ના થાય અને રાજ્યમાં કોઇ પણ જ્ગ્યાએ અસામાજીક પ્રવૃતી સાથે સંકળાયેલા ભાંગફોડીયા ઇસમો કોઇ મોટા ગુનાઓને અંજામ ન આપે તે સારૂ આવી પ્રવૃતીને નેસ્તાનાબુદ કરવા અને રાજ્યમાથી ગે.કા હથીયારોની હેરાફેરી કરતા ઇસમો વિરૂધ્ધ સખતમા સખત અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોઇ જે આધારે અમો પોલીસ ઇન્સપેકટર આર.ડી.સગર નાઓએ તાબાના બાવળા પો.સ્ટે સર્વેલન્સ સ્ટાફના માણસો અને પોલીસ સ્ટાફને આવી હથીયારોની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોને પકડી લેવા માટે અસરકારક કામગીરી કરવા માટે જણાવેલ જે આધારે ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ હકીકત મળી આવેલ કે મધ્યપ્રદેશ રાજ્યમાંથી ખાનગી વાહનમા કોઇક ચોક્કસ ઇસમ સૌરાષ્ટ્રમા ગેરકાયદેસર હથીયારોનો જથ્થો તથા કાર્ટીઝનો મોટો જથ્થો પોતાની પાસે ચોરી છુપી થી પોતાના પાસે થેલામા લઇને ડીલેવરી આપવા માટે પ્રાઇવેટ લક્ઝરીમા જવાના હોઇ અને રાત્રીના સમયે બેસીને નિકળવાના હોઇ તેવી ચોક્કસ આધારભુત બાતમી પો.કો અશોકસિંહ તથા મેરૂભા તથા દશરથસિંહ નાઓને અંગત બાતમીદારથી માહીતી મળેલ જે આધારે અમદાવાદ રાજકોટ હાઇવે પર પોલીસની ટીમ દ્વારા નાકાબંધી ગોઠવીને વાહનચેકીંગ રાત્રીના સમયે કરવામા આવેલ જે દરમ્યાન વર્ણન વાળી લક્ઝરી ટ્રાવેલ્સ બસ આવતા તેને ઉભી રાખીને ચેક કરતા અમરદી ટ્રાવેલ્સ મધ્યપ્રદેશના કરોલી થી ગોંડલ જતી ટ્રાવેલ્સને ઢેઢાળ ચોકડી ખાતે ઉભી રાખતા એક ઇસમ જીતેન્દ્રભાઇ શોભારામ ભેવર ઉ.વ.-૨૧ વર્ષ રહે-ગોદડપુરા અંબાપુરા તા.-ગંધવાની જી.-ધાર (મધ્યપ્રદેશ) પાસેથી જેના કબજામા રહેલ સ્કુલબેગ માથી ચેક કરતા પાંચ હાથ બનાવટી પિસ્ટોલ તથા ૪૦ જીવતા કારતુસ તથા ૨ ખાલી મેગઝીન તથા મોબાઇલ મળી કુલ ૫૯,૭૯૫ ના ગેરકાયદેસર પિસ્તલ તથા જીવતા કારતુસનો જથ્થો મળી આવેલ હોઇ અને તેનો આગવી ઢબથી પુછપરછ કરતા પોતાને આ હથીયારો ત્રીલોક ડાંગી રહે ગંધવાની વીલાક બારીયા(મધ્યપ્રદેશ) નાઓએ આપેલ અને ગુજરાતમા ગુજરાતમા જઇને ચોટીલા ખાતે માતાજીના મંદિરે ઉતરીને તે જે માણસને લેવા માટે મોકલે તેને આપી દેવાની એવુ જણાવેલ છે.આમ બાવળા પોલીસને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા ઇસમને પકડી હથીયારોનો મોટો જથ્થો પકડી પાડવામા સફળતા મળેલ છે અને ગુનેગારો અને અસામાજીક પ્રવૃતી સાથે સંડોવાયેલા ગુંડા તત્વો કોઇ મોટા ગુનાહીત કાવતરાને અંજામ આપે તે પહેલા તેઓને પકડીને જેલ હવાલે કરીને આ સમગ્ર પડયંત્રમા કેટલા ઇસમો સંડોવાયેલ છે અને આ હથીયારો કોને પુરા પાડવાના હતા તે દિશામા અને મોકલનાર અને લેનારની પકડવાની દિશામા આગળની તપાસ પો.સબ ઇન્સ, એમ.એચ.ઝાલા સાહેબ નાઓ સંભાળી રહેલ છે અને આરોપીને પકડીને ૧૪ દિવસના રીમાન્ડ મેળવવા માટે કાર્યવાહી કરી રહેલ છે જેથી આ ગુન્હામા સામેલ તમામ માણસો અને ગુનાના મુળ સુધી પહોંચવા માટે પોલીસ આગળની તપાસ ચલાવી રહેલ છે.
આ કામગીરીમા પો.ઇન્સ આર.ડી.સગર તથા પો.સબ.ઇન્સ એમ.એચ.ઝાલા તથા અ.હે.કો ભગીરથસિંહ તથા અ.હે.કો હસમુખભાઇ તથા અ.હે.કો મહીપતસિંહ તથા આ.પો.કો અશોકસિંહ તથા આ.પો.કો.મેરૂભા તથા આ.પો.કો જયવંતભાઇ તથા ડ્રા.પો.કો દશરથસિંહનાઓ જોડાયેલ હતા.