તીક્ષ્ણ હથીયાર વડે ઘા મારી ક્રુરતા પૂર્વક કરેલ હત્યાના ગુનામા ભાગી ગયેલ આરોપીને ગણતરીના દીવસોમા શોધી પકડી પાડતી બાવળા પોલીસ

સમાચાર

 

 

મેં. પોલીસ મહાનિરીક્ષક શ્રી વી.ચન્દ્રશેખર અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્યની સુચના મુજબ થતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીના રાઠવા ધોળકા વિભાગનાઓના સતત માર્ગદર્શન હેઠળ બાવળા પો.સ્ટે વિસ્તારમા ગત તા.૧૨/૦૯/૨૦૨૧ ના રોજ સાંજના ધનવાડા ગામની તળાવની પાળ પાસે સ્મશાન સામે અદાવતમા આરોપી નવઘણભાઇ ઝબાભાઇ દેવીપુજક રહે. ધનવાડા તા.બાવળા જી.અમદાવાદના એ તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઘા મારી મરણજનાર યુવકનું મોત નિપજાવી ભાગી ગયેલ હોય જે બાબતે અત્રેના પો.સ્ટે ગુ.૨.નં.૧૧૧૯૨૦૦૮૨૧૦૬૦૩/૨૦૨૧ ઇ.પી.કો કલમ-૩૦૨,૫૦૪,૧૮૮ મુજબનો ગુનો રજીસ્ટર કરી સદર ગુન્હાને અંજામ આપનાર આરોપીને પકડવા સારૂ અલગ અલગ ટીમો બનાવી તપાસ તજવીજ હાથ ધરેલ અને સર્વેલન્સ સ્ટાફ તથા પોલીસ ની જુદી જુદી ટીમો ને આરોપીના સગા સબંધી અને જે જગ્યાએ રહેવાની સંભાવનાઓ રહેલી હોય તે તમામ જગ્યઓએ તપાસ કરાવતા આરોપી અગાઉ કડીયા કામની મજુરી કરતા ઇસમના ગામે દાહોદ સંતરામપુર તરફ ખુનના ગુનાને અંજામ આપી ભાગી ગયેલ હોવાની ચોકકસ બાતમી હકીકત આધારે સર્વેલન્સની ટીમને રવાના કરી બાતમી હકીકત વાળી જગ્યાએથી આરોપીને દબોચી લઇ ગણતરીના દીવસોમા ખુનના ગંભીર ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડવામા બાવળા પોલીસને સફળતા મળેલી છે

આ કામગીરીમાં પો.ઇન્સ શ્રી આર.ડી.સગર તથા એ.એસ.આઇ. પ્રવીણભાઇ તથા અ.હે.કો પ્રવિણસિંહ તથા અહંકો ધર્મેન્દ્રસિંહ તથા આ.પો.કો મેરૂભા તથા આ.પો.કો અશોકસિંહ તથા અ.પો.કો જયવીરસિંહ તથા અ.પો.કો કિરીટસિંહ તથા અ.પો.કો જયવંતભાઇ નાઓ જોડાયેલ હતા

 

TejGujarati