નર્મદાની પ્રથમ રૂા. બે કરોડના ખર્ચે અતિ અદ્યતન આધુનિક ડિજિટલ લાઇબ્રેરી બનશે

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આદિવાસી જિલ્લો નર્મદાએ પછાત પણાનું કલંક ભૂસ્યુ

નર્મદા જિલ્લો હવે સ્માર્ટ ડિઝીટલ અને હાઇટેક પુસ્તકાલયના યુગમાં પ્રવેશ કરશે

જિલ્લા કલેકટરશડી.એ.શાહે સુવિધા માટે ૧૫૦૦ ચો.મી.જમીન ફાળવી

રાજપીપલા, તા.20

કોણ કહે છે નર્મદા જિલ્લો પછાત છે? એસપીરેશન ડીસ્ટ્રીક નર્મદાએ અનેક વિકાસના નવા આયામો ઉભા કર્યા છે. તેમાં હવે જ્ઞાનના પ્રકાશપુંજે નવો પ્રકાશ પાથર્યો છે.હા,આદિવાસી જિલ્લો નર્મદાએ પછાત પણાનું કલંક ભૂસ્યુ છે.નર્મદા જિલ્લો હવે સ્માર્ટ ડિઝીટલ અને હાઇટેક પુસ્તકાલયના યુગમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.નર્મદાની પ્રથમ રૂા. બે કરોડના ખર્ચે અતિ અદ્યતન આધુનિક ડિજિટલ લાઇબ્રેરી બનશે.જિલ્લા કલેકટરે અંગત રસ લઈને તે માટે સુવિધા માટે ૧૫૦૦ ચો.મી.જમીન ફાળવીદીધી હોવાનું જિલ્લા કલેકટર ડી.એ.શાહેજણાવ્યું હતું
રાજ્ય સરકાર નર્મદા જિલ્લાના સ્માર્ટ વિકાસ માટે પ્રતિબદ્ધ છે, તેના ભાગરૂપે જિલ્લાને સ્માર્ટ, ડિઝીટલ અને હાઇટેક પુસ્તકાલયના યુગમાં પ્રવેશ કરાવવાના દ્વાર માટે હાલમાં રૂા.૨ (બે) કરોડના ખર્ચે અતિ અદ્યતન એકવીસમી સદીને અનુરૂપ લાઇબ્રેરી બનાવવા માટેની સૈધ્ધાંતિક મંજુરી આપીને નર્મદા જિલ્લાના લોકોને વિશ્વના જ્ઞાન ભંડાર સાથે જોડાવાની તક પુરી પાડી છે. જિલ્લા કલેકટરશ ડી.એ.શાહે આ સુવિધા માટે ૧૫૦૦ ચો.મી. જેટલી જમીન ફાળવી આપી છે.
જેમાં રાજપીપલા શહેરની વચ્ચોવચ કરજણ કોલોની સંકુલમાં સરકાર તરફથી ૧૫૦૦ ચો. મીટર જમીન નવીન જિલ્લા સરકારી પુસ્તકાલયના બાંધકામ માટે મંજુર કરવામાં આવતાં જિલ્લા કલેકટર તરફથી આ જમીનનો કબજો રાજ્યના ગ્રંથાલય વિભાગને તાબડતોબ ફાળવીને સુપ્રત કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે પ્રજાજનોને વાંચન સુવિધા ઉપલબ્ધ બને તે ઉદ્દેશથી ગત-૨૦૦૧ ના વર્ષથી સરકારી જિલ્લા ગ્રંથાલય સેવાઓ શરૂ કરાયેલ હતી. પરંતુ આ ગ્રંથાલય માટે સરકારી ભવન ઉપલબ્ધ ન હોવાના લીધે કરજણ વહિવટી સંકુલના ભોયતળિયે હાલમાં ગ્રંથાલયની સેવાઓ ભાડાના મકાનમાં અપાઇ રહી છે. જેથી નર્મદા જિલ્લા કલેકટર તરફથી નવીન સ્માર્ટ ગ્રંથાલયના ભવનના બાંધકામ માટે કરજણ સિંચાઇ યોજના હસ્તકની જમીન સંપાદન કરવાની કાર્યવાહી યુધ્ધના ધોરણે હાથ ધરાતાં અને મહેસૂલ વિભાગની તમામ વહિવટી પ્રક્રિયા બાદ સંપાદિત જમીન મહેસૂલ વિભાગ ધ્વારા ફાળવાતાં રાજપીપલા ખાતે આગામી સમયગાળામાં નવી બાબત તરીકે રજુ કરી જરૂરી નાણાંકીય જોગવાઇ ઉપલબ્ધિ માટેની કાર્યવાહી કરાશે.
તદ્અનુસાર, રાજ્યના ગ્રંથાલય નિયામકની કચેરી ધ્વારા રાજપીપલાના માર્ગ અને મકાન વિભાગ ( સ્ટેટ ) ની કચેરીને જિલ્લા કલેકટર ધ્વારા ફાળવાયેલ ઉક્ત ૧૫૦૦ ચો.મીટરની જગ્યામાં બે માળના અદ્યતન ગ્રંથાલય ભવનના બાંધકામ માટે દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં, અદ્યતન વિદ્યાર્થી વાંચન ખંડ, અદ્યતન ગ્રંથ ભંડાર, અદ્યતન વાંચનાલય, સંદર્ભ વિભાગ, બાળ વિભાગ, મહિલા વિભાગ, સિનિયર સિટીઝન વિભાગ, દિવ્યાંગજનો માટેનો વિભાગ, કોમ્પ્યુટર સવિધા સાથેનો વિભાગ, પ્રથમ માળ અને બીજા માળે ગ્રંથપાલ અને મદદનીશ ગ્રંથપાલ માટે ઓફિસ રૂમ, પ્રથમ અને બીજા માળે જરૂરી રેકર્ડ રૂમ, રીફ્રેશમેન્ટ ઝોન રૂમ અને સિક્યોરીટી ગાર્ડ રૂમની વગેરે જેવી આધુનિક સુવિધા-વ્યવસ્થા માટેનું આયોજન કરાયેલ છે.
તદ્ઉપરાંત, આ સ્માર્ટ ગ્રંથાલય ભવનના નિર્માણમાં ફાયર સેફ્ટી સુવિધા, વોટર કુલર આર.ઓ મશીનની સુવિધા તેમજ સમગ્ર ભવનમાં અદ્યતન ફર્નિચરમાં વાચકો માટે રીડીંગ ટેબલ અને ખુરશીઓ, પુસ્તકો મુકવા માટે ડબલડોર ગ્લાસ કબાટો, દૈનિકપત્ર-સામાયિક સ્ટેન્ડ, બાળ વિભાગ માટે બાળકોને અનુરૂપ ટેબલ/ખુરશીઓ, સિનિયર સિટીઝન વિભાગ માટે સોફાસેટ, ગ્રંથપાલ / મદદનીશ ગ્રંથપાલ તથા કાર્યાલય માટે ઓફિસ ટેબલ અને ખુરશીઓ, કોમ્પ્યુટર ચેર, સિનિયર સિટીઝન અને મહિલા/બાળ ઉપરાંત જે તે વિભાગ મુજબ વિભાગ અને કોમ્પ્યુટર રૂમમાં વાતાનુકુલીન સુવિધા, ડસ્ટબીન, સ્ટીલના બાંકડા ઉપરાંત ગ્રંથપાલને અનુકૂળ અન્ય ફર્નિચર, ઇન્ટરનેટ સુવિધા, ૨૦ કોમ્પ્યુટર, ૪ પ્રિન્ટર્સ, ૧ સર્વરની વગેરે જેવી સુવિધા ઉપલબ્ધિ માટે ઉક્ત દરખાસ્તમાં સમાવેશ કરાયેલ છે,
આમ, આગામી સમયમાં નર્મદા જિલ્લાને મળનારી સ્માર્ટ અદ્યતન ડિઝીટલ લાઇબ્રેરીની સુવિધાઓ સાથેની ભેટ નર્મદા જિલ્લાવાસીઓ માટે સિમાચિન્હરૂપ બની રહેશે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati