શેમારૂ હવે લઇ આવ્યુંછે ગુજરાતી વેબસિરીઝ પુરીપાણીનું ધમાકેદાર ગીત વાંકીવળું 2.0 સોન્ગ લોન્ચ

મનોરંજન

 

ગુજરાતી વેબસિરીઝની એક અદ્ભુત સ્ટોરી લઈને “શેમારૂમી” ફરી આપણી સમક્ષ આવી રહ્યુંછે. “પુરીપાણી” નામની આ વેબસીરિઝનું “વાંકીવળું 2.0” નામનું સોંગલોન્ચ કરવામાં આવ્યુંછે. માયએફ.એમ. ઈન્ડિયાની પાર્ટનરશિપ સાથે આ એક્સક્લુઝિવ સોંગ લોન્ચનો કાર્યક્રમ “શેમારૂમી” દ્વારા અમદાવાદના આંગણે યોજવામાં આવ્યો હતો. “પુરીપાણી” વેબસિરીઝનાસોંગ “વાંકીવળું 2.0″ના જાણીતા સિંગર પાર્થઓઝા અને ઐશ્વર્યા મઝમુદારછે. જ્યારેમ્યુઝિકડિરેક્ટરતરીકે જાણીતા ભાવેશશાહે તેનું મ્યુઝિક આપ્યું છે. સીરિઝ આગામી સમયમાં 23 સપ્ટેમ્બરના રોજ શેમારૂમી ના પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહીછે ત્યારે એ પહેલા જ દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યાછે તેવા સોંગનું ઓડિયો આજે રિલીઝ થયુ છે. બધા ઓડિયો સ્ટ્રીમિંગ એપ્લિકેશન જેમકે જીઓસાવન, એમેઝોનમ્યુઝિક, એપલમ્યુઝિક, હંગામા, સ્પોટીફાય, વિન્કમ્યુઝિક અને આવા અનેક ઓડિયો પ્લેટફોર્મ પર અને સાથેસાથે યુટ્યૂબ મ્યુઝિકપર પણ આધમાકેદાર મ્યુઝિકને તમારા પ્લેલિસ્ટમાં એડ કરી શકશો.
“પુરીપાણી” મસાલેદાર જોડીની એકચટાકેદાર લવસ્ટોરી છે. પાણી અનેપુરી જેવી રીતે એકબીજા વિના અધૂરા પરંતુ સાથે એકદમ ચટપટા હોયછે એવીજ રીતે બે કેરેક્ટરની ચટપટી આવાતછે. બધી જોડી પુરીપાણી જેવી જ હોય છે. કોઈ ખાલી પુરી જેવું તોકોઈ મીઠું પાણી કે તીખું પાણી જેવું હોય છે. આ વેબસિરીઝમાં પણ આવું જ કંઈકછે. મસાલેદાર ચટપટા કપલ તમને આ સોંગમાં જોવા મળશે. જેવી ઉત્તમ સ્ટોરી આ ફિલ્મની છે તેવું જ અતિ ઉત્તમ આ સોંગ બનાવવામાં આવ્યું છે. જેમાં સુંદર મજાના દ્રશ્યો અને આજની પેઢીને ગમે તેવું ગીત તૈયાર કરવામાં આવ્યું છે
પાર્થઓઝા જણાવેછે કે આ ગીત મારી માટે ખુબજ ખાસ છે. લોકડાઉન પછી ફરી એકવાર સ્ટુડિયો જઈને સોન્ગ રેકોર્ડ કરવાની મજ્જા જ અલગ છે. શેમારૂ સાથે મારુ કનેક્સશન ખુબજ જૂનું છે અને મને એવાતનો આનંદ છે કેઆ શેમારૂના પ્લેટફોર્મ પર છે. વાંકી વળું ગીત ધૂમ મચાવી દેશે અને લોકો આ ગીતને વારંવાર જોવાનું અને સાંભળવાનું પસંદ કરશે એની મને ખાતરીછે. ગીતના બીટ્સ તમને નવરાત્રીની પણ ફીલ અપાવશે. આસોન્ગના રેકોર્ડિંગદરમ્યાન પુરી પાણીની ટીમ સાથે ખુબ જ મજ્જા આવી.
ઐશ્વર્યા મજમુદાર વધુમાં જણાવે છે આ સોન્ગ ગુજરાતીવેબસિરીઝ પુરીપાણીનું એક મહત્વનું ભાગ છે. આ સ્તરનું ગીત ગુજરાતી વેબસિરીઝમાં પહેલીવાર મેં જોયું છે. આ સોન્ગ રેકોર્ડ કરવાની અલગ જ મજ્જાહતી. ભાવેશ શાહએ વાંકી વળુંનું મ્યુઝિક આપ્યું છે અને તમે આ ગીતને સાંભળતાજ ગીતને એકવાર નહિ પણ અનેકવાર જોવાનું અને તમારી પ્લેલિસ્ટમાં ઉમેરવાનું પસંદ કરશો.
એક્ટર ભૌમિક સંપટે કહ્યું હતુંકે, “આ વેબસીરિઝની વાર્તાની સાથેસાથે આ સોંગ પણ એટલું જ સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યુંછે જે અત્યારની નવી જનરેશનને ખૂબજ ગમશે જેમાટે ઉત્તમ લોકેશન પસંદ કરવામાં આવ્યા હતા. મેં આ પાત્રમાં મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે. આવુંજ કોઈ પાત્ર કરવાની મારી ઈચ્છા હતી.” તો એક્ટ્રેસ જીનલ બેલાણી આ સોંગ અને પોતાના પાત્ર વિશે વાત કરતા કહ્યુંકે, “મારું પાત્ર જેવી રીતે આ વાર્તામાં રોમાંચક છે, તેવીજ રીતે આ વેબ સીરિઝ નું આ સુંદર સોંગ પણ ઘણું મહત્વનું છે. જે ગુજરાતી વેબસિરીઝના પ્રેક્ષકોને ખુબજ પસંદ આવશે. મને આ પાત્ર ભજવવાની તક મળી એની માટે હું “શેમારૂમી”ની દિલથી આભારી છું.”
“શેમારૂમી”એ ગુજરાતી મનોરંજન જગતનું સૌથી પ્રખ્યાત અને દર અઠવાડિયે એક નવું કન્ટેન્ટ દરેક ગુજરાતી સુધી પહોંચાડતું એક માત્ર એપ્લિકેશન છે. ૫૦૦ થી વધુ ગુજરાતી કન્ટેન્ટ ધરાવતું શેમારૂમી તમે દુનિયાના કોઇપણ ખૂણેથી એન્જોય કરી શકો છો. શેમારૂમી પર તમે ફિલ્મનાટક અને વેબસિરીઝ જેવા કન્ટેન્ટનો આનંદ લઈ શકો છો.

TejGujarati