માનસ ભરોસો મહેશ એન.શાહ દિવસ ૮ તારીખ-૧૮ સપ્ટેમ્બર ભરોસાનો દીવો સત્ય,પ્રેમ અને કરુણાનાં દીપકોને પ્રજ્વલિત રાખે છે. કાં ગુરુને છોડી દ્યો,કાં ગુરુ પર છોડી દ્યો!

ધાર્મિક

આ અષ્ટશીલ સંપન્નતા જેનામાં દેખાય ત્યાં ભરોસો કરો.
આઠમા દિવસની કથામાં ભરોસો મુલક અનેક સૂત્રોમાંથી ક્યાં સૂત્રોને પસંદ કરવા?બાપુએ કહ્યું કે હું કબૂતરને-પક્ષીઓને દાણા ખવડાવી રહ્યો છું અને બધા જ પક્ષીઓ પોતાના કંઠમાં રાખીને ખુશ થાય છે, ઘુઘવાટા કરે છે,આનંદ કરે છે,કંઠ લાલ બને છે. જે પાચક હોય એને ગ્રહણ કરવા.જ્યારે અર્જુને કૃષ્ણને કહ્યું કે તમે કહો છો કે:આ કર,તે કર,પહેલું કર…પણ આ બધામાંથી શું કરું?ત્યારે કૃષ્ણે કહેલું કે સર્વધર્મનાં પરિત્યજ્યં મામેકં શરણં વ્રજ..જેમ પ્રભુનું નામ,રૂપ,લીલા અને ધામમાંથી શું પસંદ કરવું? ધામ પસંદ કરીએ તો આજકાલ ત્યાં બહારની ગંદકી દેખાય છે!ધામ તો સ્વચ્છ છે પરંતુ આપણે એને બહારથી ગંદા બનાવી નાખ્યા છે.લીલામાં ભેદ દેખાય છે,રૂપ પર ભરોસો નથી આવતો તો? બુદ્ધ પુરુષ ને પુછીયે!અને બુદ્ધ પુરુષ કહેશે કે:માત્ર નામમાં ભરોસો રાખો.નામમાં ભરોસો રાખવાથી ધીમે-ધીમે રૂપમાં પણ ભરોસો થશે.બાપુએ કહ્યું કે એક સાધુની ઝૂંપડીમાં ચાર દિપક પ્રજલિત હતા અને સાધુ ભિક્ષા માટે બહાર ગયા.ત્યારે દીવાઓ એકબીજા સાથે વાતો કરતા હતા.એક દિપક ‘સત્ય’ હતો એણે કહ્યું કે ચારેબાજુ જુઠ,ફરેબ,અસત્ય આ બધું દેખાય છે સત્ય ક્યાંય દેખાતું નથી.તેથી એ બુજાઈ ગયો.બીજો દિપક ‘પ્રેમ’ હતો એ બોલ્યો કે:દુનિયામાં નફરત,હિંસા વિરોધ,અત્યાચાર આવું જ દેખાય છે.આમ તો સત્ય સૂર્ય છે ક્યારેય બૂઝાતો નથી. પ્રેમ પણ બૂઝાયો અને ત્રિજો દીવો કરુણાનો હતો એણે પણ કહ્યું કે દુનિયામાં ક્યાંય કરુણા દેખાતી નથી ચારેબાજુ વિરોધ ભેદ,પાપાચાર દેખાય છે એ પણ બૂઝાયો.એ ત્યારે ખૂણામાં એક નાનકડો દીવો ટમટમી રહ્યો હતો અને સાધુ આવ્યા ત્રણેય દીપકને બૂઝાયેલા જોઈને રડવા લાગ્યા,ત્યારે ચોથા દિપકે કહ્યું કે આ ત્રણેને હું ફરીથી પ્રજ્વલિત કરીશ.સાધુએ પૂછ્યું કે તારું નામ શું છે?એ દિપક બોલ્યો:હું ભરોસો છું.
બાપુએ કહ્યું કે વૈષ્ણવોનું એક પદ છે-ભરોસો દ્રઢ ઈન ચરણન કેરો…જ્યાં વલ્લભાચાર્યજીના પૂજ્ય પદમાં ભરોસાની વાત છે પરંતુ વલ્લભ શબ્દનો બીજો એક અર્થ છે-પ્રિય.જેમ કે સીતા રામવલ્લભા, રાધા કૃષ્ણવલ્લભા છે. પૂજ્યતા તો બે કોડીની હોય છે પણ પ્રિય છે એનાં ચરણમાં ભરોસો રાખવો.અને આ રીતે દાણાંઓ પસંદ કરીને પ્રસન્ન રહો,મોજમાં રહો,ઘુઘવાટા કરો,આનંદ કરો!કારણ કે ગુરુ વિશેષ ક્ષેત્રમાંથી આવે છે,અને ગુરુએ આપેલા દાણા ખોરાં પણ નથી થતા એ મધુર અને શાશ્વત રહે છે.
પરંતુ પ્રશ્ન એ છે કે આ ભરોસો રાખવો ક્યાં? કારણ કે આ બધા અમૃત છે.રામનામામૃત,લીલામૃત,રૂપામૃત આ બધું અમૂલ્ય છે.આથી ગુરુ કહે એ સ્વીકારો કાં તો ગુરુને છોડી દો!કાં બધું જ ગુરુ પર છોડી દો! વેદાંત,ઉપનિષદ,શ્રુતિ,શાસ્ત્ર આપણને જવાબ આપે છે.બુદ્ધ પુરુષનાં આઠ લક્ષણો બતાવ્યા છે.આવા અષ્ટશીલસંપન્નબુદ્ધ પુરુષ દેખાય તો વિકલ્પ મુક્ત સંકલ્પ કરી અને તેના ચરણોમાં ભરોસો કરવો.સઝદામાં શિર ઝૂકાવ્યું છે તો હવે મરીને જ ઊઠવું!
એ શ્લોક છે:
*અપહતપાપમા વિજર: વિમૃત્યુ:* *વિશોક: અભિજિતિત્શો અપિપાસ:* *સત્યકામ: સત્યસંકલ્પ:*
આ અષ્ટશીલ સંપન્ન કોઈ બુદ્ધ પુરુષ છે આપણા કર્મથી નહીં પરંતુ એની કૃપાથી મળે છે.અબ મોહિ ભા ભરોસ હનુમંતા, બિનુ હરી કૃપા મિલે નહી સંતા. ક્યારેક ક્યારેક બુદ્ધ પુરુષ આશ્રિતને ભરોસો દેવા માટે પ્રભાવ બતાવે છે.અર્જુન ભરોસો કરવા તૈયાર ન હતો ત્યારે વિશ્વગુરુ શ્રી કૃષ્ણ પ્રભાવ બતાવે છે કહે છે કે પાર્થ! પશ્ય મે-મને જો!પરંતુ પ્રભાવ વધારે પડતો થઈ જાય એ પહેલા મૂળ રૂપમાં આવે છે. રામચરિતમાનસમાં પણ અશોકવાટિકામાં જાનકીજી સામે હનુમાનજી પ્રભાવ બતાવે છે અને સીતાજીને ભરોસો થાય છે અને તુરંત લઘુ રૂપ ધારણ કરે છે. એક-અપહતપાપમા-જેનું નામ અને દર્શન આપણા આજ સુધીના તમામ પાપ ખતમ કરી નાખે અને હવે પછી આગળ પાપની વૃત્તિનો નાશ કરે.બીજું-વિજર: જ્યાં જરા એટલે કે વૃદ્ધત્વ ના હોય,એ કભી બુઢા ન બને,વાસી ના હોય,જરાથી મુક્ત હોય શરીરની વાત છોડો,શરીરના તો પોતાના ધર્મ હોય છે.ત્રણ-વિમૃત્યુ: જે ક્યારેય મરે નહીં દેહનાં મૃત્યુની વાત નથી શરીર તો જાય છે. કબીર કહે છે: *શૂન્ય મરે,અજપા મરે,અનહદ ભી મર જાય;* *રામસ્નેહી ના મરે કહે કબીર સમજાય.* ચાર-વિશોક:વિશ્વની કોઈપણ ઘટના ઘટે તો પણ બુધ્ધપુરુષને તેનો શોક ન હોય.પાંચ- અભિજીતિત્શો: જેને ક્યારેય ભૂખ ન લાગે ,પદની,પ્રતિષ્ઠાની પૈસાની ભૂખ ન હોય.છ-અપિપાસ:તરસ ન હોય,સાત-સત્યકામ: પોતાના માટે નહીં પરંતુ પોતાના આશ્રિતો માટે કામના કરે.આઠ-સત્યસંકલ્પ: પોતાના આશ્રિત માટે જે સંકલ્પ કરે એને સિદ્ધ કરીને જ રહે.
કથા પ્રવાહમાં સમાસ પદ્ધતિથી રામરાજ્યની સ્થાપના સુધીની કથાનું સંક્ષિપ્ત ગાયન કરીને આજની કથાને વિરામ અપાયો આવતીકાલે આ રામકથાનો પૂર્ણાહુતિ દિવસ છે.

TejGujarati