અમદાવાદ ખાતે 71 કિલોની કેક કાપી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની અનેરી ઉજવણી સાથે શુભેચ્છાઓ પાઠવતા મુસ્લિમ બિરાદરો..

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ ખાતે 71 કિલોની કેક કાપી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની અનેરી ઉજવણી સાથે શુભેચ્છાઓ પાઠવતા મુસ્લિમ બિરાદરો..

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 71મો જન્મદિવસ દેશભરમાં લોકો ઠેર ઠેર અલગ અલગ રીતે માનવી રહ્યા છે ત્યારે અમદાવાદના જમાલપુર ખાતેના મુસ્લિમ બિરાદરો દ્વારા 71 મા જન્મદિવસ નિમ્મીતે 71 કિલોની કેક કાપી અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને કૌમી એકતાની મિશાલ કાયમ કરી હતી. જમાલપુરના હિન્દૂ-મુસ્લિમ બિરાદરો, વ્યાપારીઓ, અગ્રણીઓ અને રહીશો દ્વારા જમાલપુર દરવાજા પાસે 71 કિલોની કેક કાપી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ પાઠવ્યો હતો અને હર્ષોઉલ્લાસ સાથે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લાંબા આયુષ્ય માટે દુઆઓ પ્રાર્થના કરવામાં આવી હતી આ ઉપરાંત ગરીબ લોકો માટે મફત મેડિકલ ચેકઅપ.કેમ્પનું આયોજન કરી સદભાવના સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના આયોજક રઉફભાઈ શેખ (બંગાળી) ના જણાવ્યા મુજબ નરેન્દ્રભાઈ મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી અમદાવાદમાં કોઈ કૌમી તોફાનો થવા નથી પામ્યા ત્યારે હવે તે ભારત દેશનું સુકાન સાંભળી રહ્યા છે અને દેશ તેમના કર્યો થકી વિકાસના પંથે આગળ વધી રહ્યો છે જેના માટે ગુજરાત અને ભારતના તમામ નાગરિક માટે ગર્વની વાત કહી શકાય. આજે નરેન્દ્રભાઈ મોદીની કાર્યદક્ષતાના લીધે સર્વે સ્થાન પર શાંતિ અને એકતા જળવાઈ રહી છે જે દેશના વિકાસના હરણફાળની મજબૂત કડી છે જે સબકા સાથ સબકા વિકાસને સાચું સાબિત કરે છે. આ કાર્યક્રમ અંગે ઉપસ્થિત મુસ્લિમ અગ્રણીએ શું કહ્યું આવો સાંભળીએ..

https://youtube.com/shorts/563b0oUPLac?feature=share

TejGujarati