નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમ્મીતે જામનગર ભાજપ દ્વારા નરેન્દ્રભાઈ મોદીના જીવનકાળનો ચિતાર આપતી પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જામનગર

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમ્મીતે જામનગર ભાજપ દ્વારા નરેન્દ્રભાઈ મોદીના જીવનકાળનો ચિતાર આપતી પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી.

જામનગર: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 71 માં જન્મદિવસની ભારતભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર જિલ્લા ભાજપ દ્વારા રણમલ તળાવની સામે નરેન્દ્રભાઈ મોદીના જીવનનો ચિતાર આપતી એક પ્રદર્શનીનું ઉદ્ઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી આર સી ફળદુ અને પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ઉદ્ઘાટન કરી લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રદર્શનીમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તેમના અત્યાર સુધીના રાજકીય તેમજ અન્ય સફરની માહિતી પોસ્ટર રૂપે પ્રદર્શિત કરવામાં આવી છે જેના ભાગરૂપે તેઓના જીવન ચારિત્ર્યની માહિતી મેળવી શકાય છે. આ ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ ડૉ વિમલ કગથરા, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર સહિત પદાધિકારીઓ, શહેરના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા અને પ્રદર્શનીને નિહાળી હતી. આ કાર્યક્રમ અંગે શહેર ભાજપ પ્રમુખ ડૉ વિમલ કગથરા દ્વારા મીડિયા મિત્રોને માહિતી આપવામાં આવી હતી.

બાઈટ: ડૉ વિમલ કગથરા શહેર ભાજપ પ્રમુખ.

TejGujarati