પીએમ મોદીના જન્મદિવસે પૂજ્ય મોરારી બાપૂએ શુભેચ્છા પાઠવી, પત્ર લખ્યો

સમાચાર

 

 

ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પૂજ્ય મોરારી બાપૂએ તેમને શુભેચ્છા પાઠવી છે. આજે પીએમ મોદી 71 વર્ષના થઇ ગયાં છે. આ પ્રસંગે પૂજ્ય મોરારી બાપૂએ જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રપુરુષના જન્મદિવસે વ્યાસપીઠની તરફથી ઘણી શુભેચ્છા અને અભિનંદન. પૂજ્ય બાપૂએ પીએમ મોદીને પત્ર લખીને એમના વંદનીય માતા પુજ્ય હિરા બા ને પણ પ્રમાણ કર્યાં છે.

TejGujarati